આતંકી હુમલાને લઇ સીએમ રૂપાણીએ તમામ કાર્યક્રમો રદ કર્યા

658

જમ્મુ કશ્મીરમાં થયેલા આતંકી હુમલાને પગલે દેશ ભરમાં આક્રોશની આગ ફાટી નિકળી છે. ત્યારે ગુજરાતાં પણ ઠેર ઠેર રેલીઓ યોજીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલી આપવા લોકો ઉમટી પડ્યા છે. રાજ્યભરમાં રાજકોટ, મોરબી, સુરત, વડોદરા, અમદાવાદ અને દાહોદ સહિતની જગ્યાઓએ સ્થાનિકઓએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે રેલી યોજી હતી. જ્યાં એક તરફ વિરોધ પક્ષ અને સત્તા પક્ષ પણ પોતાના તેમામ કાર્યક્રમો રદ કરીને જવાનોને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે.

જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના શુક્રવારનાં સુરેન્દ્રનગર અને મોડાસા ખાતેના તમામ કાર્યક્રમો રદ કર્યા. સીએમ વિજય રૂપાણીએ શહીદ જવાનોને શ્રદ્વાંજલિ પાઠવીને શોક વ્યક્ત કર્યો હતો.

મહત્વનું છે કે શુક્રવારે તરણેતર ખાતે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૧૯નો પ્રારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ પ્રસંગે જિલ્લાના પ્રભારી તેમજ કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને સ્થાનિક સાંસદ તેમજ ધારાસભ્ય સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના હતા.

જ્યારે બીજો કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે જિલ્લા પોલીસ વડા અને તાલુકા પંચાયતની નવી બિલ્ડીનું ઉધ્ધાટન કરવાનું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારનાં આ તમામ કાર્યક્રમો રદ્દ કર્યા.

Previous articleપાલનપુરમાં પુલવામા આંતકી હુમલાના વિરોધમાં પાકિસ્તાની ધ્વજ અને આંતકવાદીના પૂતળા બાળ્યા
Next articleસીબીએસઇની ધો-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ