સમગ્ર વિપક્ષ સરકાર-સેનાની સાથેઃ રાહુલ

490

જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલા ફિદાયીન હુમલામાં શહીદ થયેલા ૩૭ જવાનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સેના અને સરકારને કોંગ્રેસ અને વિપક્ષનો ટેકો હોવાનો જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ સાથે એક પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે આ મુદ્દે અમે કોઈ રાજકીય નિવેદન કરવા માગતા નથી. હુમલો દેશના આત્મા પર થયો છે. હું દુઃખી છું. અમે સેના અને સરકારને સંપૂર્ણ સહયોગ આપીશું.

રાહુલ ગાંધીએ પુલવામાં હુમલા અંગે જણાવ્યું, “આ પ્રકારની હિંસા આપણ આતંકવાદનો ઉદ્દેશ્ય દેશના બે ટુકડા કરવાનો છે. આતંકવાદ દેશને તોડવાનો પ્રયાસ કરે છે. આ દેશને કોઈ પણ શક્તિ તોડી નહીં શકે, સમગ્ર વિપક્ષ સુરક્ષા દળો અને સરકાર સાથે ઊભો છે. આ હુમલો, ભારતની આત્મા પર હુમલો છે. દેશના સૌથી વધુ જરૂરી લોકો છે, તેમની વિરુદ્ધ થયો છે. અમે તેમની સાથે ઊભા છે. જે લોકોએ હુમલો કર્યો છે તે સાંભળી લે કે અમે એક કણ નુકસાન કરી નહીં શકીએ.

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે જણાવ્યું હતું કે આપણા દેશે કિંમતી જવાનો ગુમાવ્યા છે. અમે આ હુમલાની નિંદા કરીએ છે. આપણે આતંકવાદ સાથે બાંધછોડ કરી શકીએ નહીં. આખો દેશ એક સાથે મળી આતંકવાદ સામે ઊભો છે. કોંગ્રેસે અધ્યક્ષે કહ્યું છે કે આજે અમારી ભૂમિકા એટલી જ છે કે કોંગ્રેસ પાર્ટી જવાનો સાથે છે.

Previous articleરાજનાથની શહીદ જવાનના શબને ખભો આપી શ્રદ્ધાંજલિ
Next articleઆતંકીઓએ કિંમત ચૂકવવી પડશે : મોદી