આતંકીઓએ કિંમત ચૂકવવી પડશે : મોદી

552

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પુલવામામાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા પડોશી દેશ પાકિસ્તાનને આજે સ્પષ્ટ ચેતવણી આપી હતી. મોદીએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે ત્રાસવાદીઓ અને પાકિસ્તાને ખુબ મોટી ભુલ કરી દીધી છે. આ હુમલા માટે પાકિસ્તાનને ખુબ મોટી કિંમત ચુકવવી પડશે.  વન્દે ભારત એક્સપ્રેસ ટ્રેનના લોન્ચિંગ કાર્યક્રમ  વેળા મોદીએ કહ્યુ હતુ કે પડોશી દેશે મોટી ભુલ કરી દીધી છે. આના માટે પાકિસ્તાનને ખુ મોટી કિંમત ચુકવવી પડશે. તેમણે કહ્યુ હતુ કે પુલવામાં હુમલા બાદ હાલમાં અમારી સ્થિતી દુખદ અને આક્રોશવાળી છે. મોદીએ કહ્યુ હતુ કે તેઓ વિશ્વાસ અપાવવા માંગે છે કે જે શબ્દો અને સપનાને લઇને અમારા  જવાનોએ જીવન ત્યાગી દીધા છે તે સપનાને પૂર્ણ કરવા માટે અમે અમારા જીવનને ખપાવી દેવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાન તબાહીના માર્ગ પર છે. અમે અમારા સુરક્ષા દળોને પૂર્ણ સ્વતંત્રતા આપેલી છે. પડોશી દેશ માને છે કે તે જે રીતે કાવતરા રચે છે તેમાં તે સફળ તઇ જશે. પાકિસ્તાનના તમામ ઇરાદાને નિષ્ફળ બનાવી દેવામાં આવનાર છે. મોદીએ ચેતવણી આપતા કહ્યુ હતુ કે ત્રાસવાદી સંગઠનો અને તેમના આકાઓને કહેવા માગે છે કે તેઓ ખુબ મોટી ભુલ કરી બેઠા છે. તેની કિંમત તેમને ચુકવવી પડશે. દેશને વિશ્વાસ આપવા માંગે છે કે જે પણ દોષિત છે અને હુમલા પાછળ તાકાત છે તેમને ચોક્કસપણે સજા થશે.  ત્રાસવાદની સામે લડાઇ વધારે તીવ્ર કરાશે. મોદીએ કહ્યુ હતુ કે પાકિસ્તાન ખરા તબક્કામાંથી પસાર થઇ રહ્યુ છે.

ત્રાસવાદની સામે માનવતાવાદી શક્તિઓને એકત્રિત થવાની જરૂર છે. વિશ્વમાં ત્રાસવાદ સામે ભારતમાં એક સુર નજરે પડે તે જરૂરી છે. લડાઇ અમે જીતવા માટે લડી રહ્યા છીએ. ટ્રેનને લોંચ કરાયાના કાર્યક્રમ બાદ મોદી ઝાંસી પહોંચ્યા હતા જ્યાં પણ મોદીએ જનસભાને સંબોધતા દેશના લોકોને ખાતરી આપી હતી. આ હુમલાનો બદલો લેવામાં આવશે. સુરક્ષા દળોને સમય સ્થાન અને સ્વરુપ પસંદ કરવાની ખુલ્લી છુટ આપવામાં આવી છે. તેમના બલિદાનને વ્યર્થ જવા દેવાશે નહીં. દોષિતોને ચોક્કસપણે સજા કરાશે. આજે દેશમાં ખુબ જ દુખદ અને આક્રોશનો માહાલ છે. તમામ લોકોની ભાવનાઓને તેઓ સારી રીતે સમજી રહ્યા છે. સેનાને કાર્યવાહી કરવા માટે પુરતી છુટ આપવામાં આવી છે. પાકિસ્તાનની હાલત હવે એટલી ખરાબ થઇ છે કે, મોટા મોટા દેશો તેનાથી અલગ થઇ ગયા છે. પાકિસ્તાનને સહાયતાની ભીખ માંગવી પડી રહી છે. મોદીએ કહ્યું હતું કે, સુરક્ષા દળોને આગળની કાર્યવાહી માટે પૂર્ણ છુટછાટ આપવામાં આવી છે. ૧૩૦ કરોડ લોકો સાથે મળીને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે.

Previous articleસમગ્ર વિપક્ષ સરકાર-સેનાની સાથેઃ રાહુલ
Next articleગમ અને ગુસ્સો । દિલ્હી સહિત સમગ્ર દેશમાં પાકિસ્તાનનો સફાયો કરવાની માંગ સાથે લોકો રસ્તા પર