ઈલેક્ટ્રિક વાહનોે-વૈકલ્પિક વાહનોને પરમીટની જરૂરિયાત નહીં રહે : ગડકરી

1237

પ્રદૂષણના ઉકેલ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં ઈલેક્ટ્રિક વાહનો અને વૈકિલ્પક ઈધણથી ચાલતાં વાહનોને પરમીટની જરૂરિયાત નહી રહે.

ગડકરીએ વાહન નિમાર્તા કંપનીઓને ઈ-વાહનની દિશામાં ધ્યાન કેન્દ્રીત કરવાનો આગ્રહ કરતાં કહ્યું કે ઓલા અને ઉબેર જેવી કંપનીઓ માટે પોતાના જથ્થામાં નિશ્ચિત માત્રામાં ઈ-વાહન સામેલ કરવું અનિવાર્ય બનાવીને આ પ્રકારના વાહનોની માગ વધારી શકાય છે.

કેન્દ્રીય મંત્રીએ સિયામના વાર્ષિક સંમેલનમાં કહ્યું કે અમે ઈલેક્ટ્રિક વાહનો અને એથેનોલ, બાયોડીઝલ, સીએનજી, મેથેનોલ અને જૈવ ૈંધણ જેવા વૈકલ્પીક ઈંધણથી ચાલતાં તમામ વાહનોને પરમીટની જરૂરિયાતથી છૂટ આપી છે. આ વાહનોને પણ પરમીટથી મુક્ત રાખવામાં આવશે. રાજ્યોએ પણ ઈ-વાહનોને છૂટ આપવા પર સહમતિ વ્યક્ત કરી છે. તેમણે ઈ-વાહન ઉત્પાદનના અવસરનો લાભ ઉઠાવવા માટે કંપનીઓને આગળ આવવા આગ્રહ કર્યો પરંતુ કોઈ પ્રકારના નાણાકીય પ્રોત્સાહનનો ઈનકાર કર્યો હતો.

ગડકરીએ કંપનીઓને નૌ-પરિવહનમાં પ્રવેશ કરવાનું પણ સુચન કર્યું હતું. તેમણે કહ્યું કે અલ્હાબાદથી વારાણસી સુધી અમે પાણીના સ્તરની ઉંડાઈને ઓછામાં ઓછી ૧.૫ મીટર રાખી છે. ૧૫ કરોડ લોકો કુંભ મેળામાં એકત્ર થશે. કંપનીઓ આગળ આવે અને ૫૦૦થી ૬૦૦ સીટર નૌકા ચલાવે. હું માત્ર આઠ દિવસમાં તમામને મંજૂરી આપીશ.

Previous articleડોલર સામે રૂપિયો નબળો પડતા  વિદેશી દેવાની ચુકવણી માટે ’ ૬૮૫૦૦ કરોડનો વધુ બોજ
Next articleએસસી-એસટી એક્ટમાં ફેરફાર બદલ સુપ્રીમની  સરકારને નોટિસ