ગાંધીનગર સિવિલમાં ૧૧ જગ્યા સામે માત્ર બે જ ફિઝિશીયન : દર્દીઓને હાલાકી

724

ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં કે જ્યાં રાજ્ય સહિત અન્ય રાજ્યના પણ અનેક દર્દીઓ તેમની સારવાર માટે આવતાહોય છે પરંતુ આ હોસ્પિટલમાં હાલ ૧૧ સામે માત્ર ૨ ફિઝિશીયન જ હોવાના કારણે સારવાર માટે આવતા અનેક લોકોેને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં આ માટે જરૂરી તબીબો મૂકવા માગણી થઈ છે.

પાટણ, વડનગર, હિંમતનગર અને જુનાગઢની મેડિકલ કોલેજમાં એમસીઆઇનું ઇન્સ્પેક્શન આવવાનું હોવાથી ગાંધીનગરના તબિબોને ત્યાં શીફ્‌ટ કરાતા ૭૫૦ બેડની હોસ્પિટલના દર્દીઓ તેમજ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ રામભરોસે હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. સિવીલ હોસ્પિટલમાં ૧૧ ફિઝીશ્યનની જગ્યાની સામે હાલમાં માત્ર ૨ જ ફિઝીશ્યન તબિબો ઉપસ્થિત રહ્યા છે.

ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજો પાટણ, હિંમતનગર, વડનગર અને જુનાગઢમાં હાલમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું ઇન્સ્પેક્શન યોજાશે. એમસીઆઇના ઇન્સ્પેક્શનમાં તબિબોની ઉણપ દેખાય નહી તે માટે ગાંધીનગર મેડિલક કોલેજના તબિબોને ટ્રાન્સફર કર્યા છે. આથી ગાયનેક, ફિઝિશ્યન, સર્જન, પિડિયાટ્રીટ સહિતની તબિબોની ખોટ ગાંધીનગર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પડી છે. હાલમાં સ્વાઇન ફ્‌લુની બિમારી બેકાબુ બની છે અને સિવીલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ૧૩ દર્દીને સારવાર અપાઇ રહી છે. ત્યારે ગાઇડ લાઇન પ્રમાણે એક દર્દીએ એક તબિબ હોવો જોઇએ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં માત્ર ૨ જ ફિઝીશ્યન છે. બાકીના ફિઝીશ્યનને જીએમઇઆરએસ સંચાલિત મેડિકલ કોલેજમાં મુકાયા છે. તબિબોને અન્યત્ર મૂકવામા આવતા હાલ ૭૫૦ બેડની ક્ષમતાવાળી સિવીલ હોસ્પિટલમાં દર્દીઓનું આરોગ્ય અને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓનું શિક્ષણ રામભરોસે હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.તેથી આ મામલે યોગ્ય આયોજન કરી તે અંગે વ્યવસ્થા થાય તેવા પગલા લેવાય તેવી માગ છે.

Previous articleગાંધીનગરમાંથી સ્વાઈનફ્‌લૂના વધુ બે ૫ોઝિટિવ દર્દીઓ મળ્યા
Next articleઆઈ.કે. જાડેજાની વેબસાઈટ હેક કરી હેકરે પાકિસ્તાર જિન્દાબાદ લખ્યું