આપાતકાલ સેવાઓ માટે હેલ્પલાઇન નંબર-૧૧૨નો રાજ્યના ૭ જિલ્લામાં પ્રારંભિક તબક્કામાં પ્રારંભ

734

દેશમાં પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની કોઇપણ ઇમરજન્સી માટે હવે એક જ નંબર ૧૧૨ ડાયલ કરવાનો રહેશે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આ હેલ્પલાઇનનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના ૭ જિલ્લામાં પ્રારંભિક તબક્કામાં અમલ કરાયો છે. બાદમાં તેને રાજ્યવ્યાપી કરાશે.

ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં ૧૧૨ નંબરની સેવાઓ મંગળવારથી શરૂ થઈ.  જીવીકે ઇએમઆરઆઇના હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ૧૧૨ નંબર સેવા કાર્યરત થઈ છે.

આ હેલ્પલાઇનના અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ૧૧ કરોડની ફાળવણી કરાઇ છે. લોકોમાં ૧૧૨ હેલ્પલાઇન અંગે જાગૃતિ આવે તે દરમિયાન જે-તે સેવાના હાલના નંબર ઉપર આવતા ફોન કોલ્સ ૧૨ મહિના સુધી આપોઆપ નવી હેલ્પલાઇન ૧૧૨ ઉપર ટ્રાન્સફર થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ ઈમરજન્સી સેવાઓને એક જ નંબર આધારિત સેવાઓ સાથે સાંકળી લેવા માટે રાજયની ઈમરજ્ન્સી સેવાઓ સાથે સંકળાયેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની- ૧૦૮, પોલીસ (ગૃહ) વિભાગની -૧૦૦, ફાયર- ૧૦૧, મહિલા અને બાળ વિકાસ વિભાગની અભયમ-૧૮૧, મહેસૂલ વિભાગની ડિઝાસ્ટર-૧૦૭૦, ૧૦૭૭ અને પશુ હેલ્પલાઇન ૧૯૬૨ જેવી ઈમરજન્સી સેવાઓને ડાયલ-૧૧૨ નંબર સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે. લોકોમાં ૧૧૨ હેલ્પલાઇન અંગે જાગૃતિ આવે તે દરમ્યાન હાલમાં પ્રવર્તમાન હેલ્પનલાઈન નંબર ઉપર આવતા ફોન કોલ્સ ૧૨ (બાર) મહિના સુધી આપોઆપ નવી હેલ્પ લાઈન ૧૧૨ ઉપર ટ્રાન્સફર થઈ જશે.

Previous articleલેખાનુદાન દ્વારા મોદીએ સંસદીય પ્રણાલિને ભંગ કરીઃ શક્તિસિંહ
Next articleવિધાનસભાના દ્વારેથી