રાજ્યના ૭ જિલ્લાના ખેડૂતો માટે ખુશીના સમાચાર, કડાણા ડેમમાંથી પાણી છોડાયું

1138

દુષ્કાળની સ્થિતિ વચ્ચે રાજ્યના સાત જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. શિયાળુ પાક તેમજ ઘાસચારા માટે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી છોડવાને નિર્ણયને કારણે સાત જિલ્લાના ખેડૂતોને તેનો લાભ મળશે.

ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાવામાં આવ્યું છે. હાલ કડાણા ડેમમાંથી ૭૫૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવાનો લાભ મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, મહેસાણા સહિતના ૭ જિલ્લાના ખેડૂતોને મળશે. શિયાળુ પાક જેવા કે જીરૂ, ચણા અને ઘઉંને બચાવી શકાય તેમજ ઘાસચારા માટે સિંચાઈ વિભાગે પાણી છોડવાનો નિર્ણય લીધો છે. હાલ કડાણા ડેમની સપાટી ૪૦૧.૧૦ ફૂટ છે. પાણી છોડવાને નિર્ણયને કારણે ખેડૂતોને તેમનો પાક બચાવવામાં મદદ મળશે.

Previous articleઆગામી શૈક્ષણિક સત્રમાં ધોરણ ૧થી ૧૨નાં તમામ માધ્યમનાં પુસ્તકો બદલાશે!
Next articleપ્રિયંકા ગાંધી ૨૮ ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં ચૂંટણી સભા યોજશે