કેમિકલ ટેન્કરમાં ભીષણ આગ લાગતા હાઈવે પર અફરાતફરીનો માહોલ

736

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે હંમેશા ટ્રાફિકથી ધમધમતો હાઈવે છે. આ હાઈવે પર એક કેમિકલ ટેન્કરમાં ભીષણ આગ લાગવાની ઘટનાથી અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. જેને પગલે સલામતીના ભાગરૂપે હાઈવે બંધ કરવાની ફરજ પડતા કેટલાએ વાહન ચાલકો અટવાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ-ભીલાડ નજીક એક કેમિકલ ટેન્કરમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ કેમિકલ ટેન્કરમાં લાગતા, પોલીસ તંત્ર અને ફાયરતંત્ર તુરંત એક્શનમાં આવી ગઈ ઘટના સ્થળ પર પહોંચી ગયા અને સલામતીના ભાગરૂપે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.

હાલમાં ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. કેમિકલ ટેન્કરમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, આગ એટલી ભયંકર છે કે, વધુ ફાયર ફાઈટર બોલાવવાની પણ ફરજ પડી શકે છે.

પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.  રસ્તા પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે. તમામ વાહનોને ઘટના સ્થળથી દુર ઉભા કરી દેવામાં આવ્યા છે. ફાયર દ્વારા આગ ઓલવવાની કામગીરી ખતમ થયા બાદ, જોખમ નહી હોય તો વાહનોને આગળ જવામાં દેવામાં આવશે, ત્યાં સુધી વાહન ચાલકોએ રસ્તા પર જ વાહનમાં બેસી રહેવું પડશે, તેવી સ્થિતિ સર્જાઈ છે.

કેમિકલ ટેન્કરમાં આગ લાગવાથી લોકોને નુકશાન ન પહોંચે માટે હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. કેમિકલ કેવી પ્રકારનું છે, અને આગ કેવી રીતે લાગી.

Previous articleમિનિ બુલેટ ટ્રેનનું એન્જિન વડોદરા પહોંચ્યું, કમાટીબાગમાં લોકો મુસાફરી કરશે
Next articleરાજ્યમાં દર ત્રણ દિવસે એક સિંહનું મોત, બે વર્ષમાં ૨૦૪ મોતને ભેટ્યા