વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ એક જ પરિવારના ૪ સભ્યોના મોત

881

વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેમાલી નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. નડિયાદથી પોઈચા જતા પરિવારના ૪ સભ્યોના મોત થયા છે. અકસ્માતમાં એક જ પરિવારના  ૪ સભ્યોના મોત થતા અરેરાટી ફેલાઈ છે.

આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. કારમાં સવાર અન્ય ૩ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. મૃત્ય પામેલા ૪ લોકો પૈકી ૩ મહિલા અને ૧ પુરૂષનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય ત્રણનો બચાવ શક્ય બન્યો છે.

મહત્વનું છે કે, ઘટના સર્જાતા લોકો બચાવ માટે દોડી આવ્યા હતા. તાત્કાલીક એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Previous article૫૦ હજારથી વધુ રકમનો કરવેરો બાકી હોય તેવા બાકીદાર કરદાતાઓની સ્ક્રુટીની, નોટિસ ફટકારાશે
Next articleખેડૂતોના પ્રશ્ન મુદ્દે હાર્દિક પટેલ ગાંધીનગરમાં સંમેલન યોજશે