૧૭ બાળકોને ઝેરી મધમાખી કરડી, સરકારી તબીબોનો સારવાર કરવાનો ઇન્કાર

563

નદીમાં ન્હાવા ગયેલા ગરીબ પરિવારના બાળકોને ઝેરી મધમાખી કરડી જતા મહુવાની હૉસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જોકે, પહેલાં હૉસ્પિટલના સરકારી તબીબે ખાનગી હૉસ્પિટલમાં સારવાર આપવાનું રટણ કર્યું હતું. તબીબોની બેદરકારી બાદ પત્રકારોએ મધ્યસ્થી કરતા ગરીબ ઘરના બાળકોની સારવાર થઈ હતી.

જે બાળકોને મધમાખી કરડી તે ગરીબ ઘરના બાળકો હતા. તેમનું પરિવાર કપડા ધોવા માટે અને ન્હાવા માટે પણ નદીના પાણીનો ઉપયોગ કરે છે. બાળકોમાં નદીમાં ન્હવા ગયા હતા ત્યારે ઝેરી મધમાંખીના મધપૂડા તરફ બાળકે પથ્થર ફેંકચા મધમાંખીઓ ઉડી અને કરડી હતી.

મધમાખી કરડતાની સાથે જ બાળકોને શરીર પર ઢીમચા થઈ ગયા હતા. બાળકોને સારવાર માટે ૧૦૮ની મદદથી ખૂંટવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લાવવામાં આવ્યા હતા, જ્યાંથી તબીબે તેમને મહુવા સરકારી હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. સરકારી હૉસ્પિટલના ફરજ પરના તબીબે બાળકોને ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની સૂચના આપી હતી. જોકે, ગરીબ પરિવારને આ પરવડે તેમ ન હોવાથી તેમણે પત્રકારોની મદદ લીધી હતી. પત્રકારોએ સરકારી હૉસ્પિટલના તબીબી સાથે ચર્ચા કર્યા બાદ બાળકોની સારવાર કરવામાં આવી હતી.

Previous articleસોમનાથ દ્વિતીય ૧૨ જ્યોર્તિલિંગ સમારોહમાં પૂજન અર્ચન કરતા વિજય રૂપાણી
Next articleટોચની ૧૦ કંપની પૈકીની ૭ કંપનીની મૂડીમાં ઘટાડો થયો