જિલ્લામાં જનમાષ્ટમીએ ૯૮ જુગારી પકડાયા

1432

જન્માષ્ટમીના દિવસોમાં જુગાર રમવાનુ ચલણ હવે સૌરાષ્ટ સહિત અન્ય જિલ્લાઓમાં પણ વધી રહ્યુ છે. ત્યારે જિલ્લામાં સાતમ આઠમના દિવસોમાં ગાંધીનગર જિલ્લામા થી ૯૮ જુગારીઓ પાના પત્તાનો જુગાર રમતા પકડાયા હતા. તમામ જુગારીયાઓ પાસેથી ૩.૭૧.૭૦૦ની રોકડ અને ૮.૪૮.૭૦૦નો મુદ્દામાલ જપ્તા કરવામાં આવ્યો હતો.

જુગાર રમતા કલોલ ૨૫, ગાંધીનગર ૩૩, માણસા ૨૩ અને દહેગામ ૧૭ જુગારીઓ બે દિવસમાં સ્થાનિક પોલીસ સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાજી રમતા ઝડપી લીધા હતા. શનિવારે પણ જિલ્લામાંથી ૧૫ લાખના મુદ્દામાલ સાથે જુગારીઓને પકડી લીધા હતા.

જિલ્લાના દહેગામ તાલુકામાં જુગારની રમત સહિત મુદ્દામાલમાં સૌથી વધુ રકમ પકડાઇ હતી. સામાન્ય રીતે દહેગામ આર્થિક રીતે વધુ પછાત તાલુકો માનવામા આવે છે.પરંતુ સાતમ આઠમના જુગારમાં દહેગામ પંથકમાં ચાર ગુનામાં ૪૪૪૬૦ની રોકડ સહિત ૩.૮૦.૧૬૦નો મુદ્દામાલ પકડાયો હતો. જ્યારે ૧૭ જુગારીયાઓને દબોચી લીધા હતા.

ગાંધીનગર તાલુકામાંથી પેથાપુરમાથી ૧૦૨૩૦ની રોકડ સહિત ૩૮.૩૦૦ના મુદ્દામાલ સાથે ૩ જુગારીઓને ઝડપી લીધા હતા. અડાલમાંથી બે ગુનામાં ૬૩૮૬૦નો રોકડ અને મુદ્દામાલ સાથે પકડ્‌યા હતા.

સેક્ટર ૨૧માં એક ગુનામાં ૬૪૮૦ રોકડ સાથે ૩ આરોપી, ડભોડામાંથી ૩૨૪૪૦ રોકડ સહિત ૩૫૯૪૦ના મુદ્દામાલ સાથે બે ગુનામાં ૧૧ આરોપી, જ્યારે સેક્ટર ૭ પોલીસ મથકમાં એક ગુનામાં ૧૧૯૯૦ની રોકડ સાથે ૨૭૬૯૦ના મુદ્દામાલ સાથે ૯ આરોપીને પકડ્‌યા હતા.

માણસામાં શહેર અને તાલુકામાં બે ગુના નોંધાયા હતા. જેમાં બંને ગુનામાં ૧.૧૭.૮૫૦ રોકડ સહિત ૧.૩૬.૯૫૦ના મુદ્દામાલ સાથે ૨૩ આરોપીઓને પકડવામાં આવ્યા હતા.

Previous articleયુએસ ઓપન ટેનિસ ક્વાર્ટરમાં નડાલની જીત
Next articleદહેગામમાં ફૂટપાથની નજીક દબાણોને હટાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી