શિક્ષક સંઘના વિરોધ વચ્ચે બોર્ડની પરીક્ષામાં પ્રા.શિક્ષકોની સેવા લેવાશે

671

આગામી ૭ માર્ચ થી ૨૩ માર્ચ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉ.મા.શિક્ષક બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષા યોજાનાર છે.ત્યારે આ ર્બોર્ડ પરીક્ષામાં જિલ્લા ડીઈઓ કચેરી દ્વારા ૧૦૦ સીઆરસી કો-ઓર્ડીનેટરોને સરકારી પ્રતિનિધી તરીકે ફરજ સોંપાઈ છે.જયારે આ બોર્ડ પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલકોને જરૃર જણાયે પ્રાથમિક શિક્ષકોને સુપર વીઝન માટે નિયુક્ત  કરાશે એમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની યાદીમાં જણાવાયું હતું.જયારે જિલ્લાના ધોરણ-૧૦ ના ૭ અને ધોરણ-૧૨ ના ૩ સંવેદનશીલ કેન્દ્રો ઉપર કલેકટરના આદેશથી વર્ગ ૧ અને ૨ ના ૩૦ અધિકારીઓનું  નિરીક્ષણ હાથ ધરવામાં આવનાર છે.

રાજય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાનો ૭મી માર્ચને ગુરૃવાર થી રાજયભરમાં પ્રારંભ થનાર છે. અરવલ્લી જિલ્લા ના ૩૮ પરીક્ષા કેન્દ્રો ઉપર થી ધોરણ ૧૦ અને ૧૨ ના ૩૮૬૪૦ પરીક્ષાર્થીઓ તેમના શૈક્ષણિક ભાવી માટે અતિ મહત્વની આ બોર્ડ પરીક્ષામાં જોડાશે.ત્યારે આ પરીક્ષા ને લઈ અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) ગાયત્રીબેન પટેલની રાહબરી હેઠળ પરીક્ષાલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડ પરીક્ષાની સેવામાં પ્રાથમિક શિક્ષકોને જોડવાના નિર્ણય  સામે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરાયો હતો.પરંતુ  શિક્ષણબોર્ડના અધ્યક્ષ એ.જે.શાહ દ્વારાબોર્ડ પરીક્ષામાં પ્રા.શિક્ષકોની સેવા લેવા બાબતે જરૃરી પરિપત્ર રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકને કરી દેવાયો છે.

અરવલ્લી જિલ્લાના નાયાબ શિક્ષણાધિકારી શૈલેષ પટેલ ના જણાવ્યા મુજબ જિલ્લામાં યોજાનાર બોર્ડ પરીક્ષા ને લઈ સરકારી પ્રતિનિધિ પદે ૧૦૦ સીઆરસી કો-ઓર્ડીનેટર ની નિમણૂંક કરાઈ છે.જયારે જિલ્લા પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલકોની જરૃરીયાત મુજબ યોગ્ય સુપરવીઝન માટે પ્રાથમિક શિક્ષકોને ફરજ સોંપવામાં આવનાર છે.

જયારે બોર્ડની ગાઈડ લાઈન મુજબ જિલ્લા કલેકટર ના આદેશ થી ધોરણ ૧૦ ના ૭ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો અને ધોરણ- ૧૨(સામાન્ય પ્રવાહ) ના ૩ સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો મળી જિલ્લા ના ૧૦ પરીક્ષા કેન્દ્રો ઉપર વર્ગ ૧ અને ૨ ના કુલ ૩૦ અધિકારી ઓ દ્વારા વિશેષ વ્યવસ્થાન ના ભાગરૃપે નિરીક્ષણ ની ખાસ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

Previous articleSRP જવાનને સિવિલમાં ૧ મહિનો સાફ-સફાઈ કરવાની સજા
Next articleનવા વર્ષથી ધો.૧૦-૧૨ના ભાષાના વિષયોમાં NCERT પુસ્તકો લાગુ થશે