સ્વાઈન ફ્લૂનો હાહાકારઃ વધુ એકનું મોત, મૃત્યુઆંક ૭૧ પર

525

ગુજરાતમાં ફરી એકવાર સ્વાઇન ફ્લુએ ભરડો લીધો છે. એચવન એનવન, સાદી ભાષામાં જે સ્વાઇ ફ્લુ તરીકે ઓળખાય છે. હાલમાં સ્વાઇન ફ્લુએ રાજ્યના અમદાવાદ રાજકોટ અને વડોદરા શહેરમાં હાહાકાર મચાવ્યો છે. સ્વાઇન ફ્લુના સતત વધતા આંકડાને લઇને રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યુ છે. અને તેના સંબંધી વિવિધ કામગીરી કરાઇ રહી હોવાના દાવા કરી રહ્યુ છે. પરંતુ રાજકોટમાં તો જાણે સ્વાઈન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. સ્વાઇન ફલૂથી રાજકોટના ૬૮ વર્ષીય વૃદ્ધાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જેના બાદ કુલ મૃત્યુઆંક ૭૧ પર પહોંચ્યો છે.

રાજકોટમાં વર્ષ ૨૦૧૯ના પ્રારંભથી જ સ્વાઈન ફ્લૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષ ની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ૭૧ લોકો સ્વાઈન ફ્લૂનો ભોગ બન્યા છે. ત્યારે સોમવારનો દિવસ રાજકોટમાં એક જ દિવસમાં ચાર દર્દીઓના મોત નિપજ્યા હતા.

સ્વાઇન ફ્લુના વધતા કેસોને લઈને રાજકોટ મહાનગર પાલિકા અને ડીડીઓ દ્વારા શાળાના બાળકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાવ, શરદી, ઉધરસ જે બાળકોને હોય તેવા બાળકોને શાળામાં અલગથી બેસાડવાની સૂચના આપવામાં આવી છે.

Previous articleધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓને વિષય નિષ્ણાંત શિક્ષકો માર્ગદર્શન આપશે
Next articleકોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક ૧૨ માર્ચે ગુજરાતમાં યોજાશે