ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓને વિષય નિષ્ણાંત શિક્ષકો માર્ગદર્શન આપશે

847

શિક્ષણ બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓને વિષયોનું ઘરેબેઠા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. જેમાં વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન કે પરીક્ષાલક્ષી કોઇપણ પ્રકારની મુંઝવણની જાણકારી આપવામાં આવશે. આ હેલ્પલાઇન બોર્ડ પરીક્ષા સુધી ચાલુ રાખવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાને માંડ બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓમાં માનસિક ડર ઉભો થતો હોય છે. જેને પરિણામે વિદ્યાર્થીઓ માનસિક મુંઝવણ અનુભવતા હોય છે. ત્યારે આવી પરીસ્થિતિમાં વિદ્યાર્થીને ઘરે બેઠા યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી ભરત વાઢેર દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઇનના માધ્યમથી વિદ્યાર્થીને જો કોઇ વિષયને કે ટોપીને લઇને કોઇ પ્રકારની મુંઝવણ કે પ્રશ્ન હશે તો તેનો પણ ઉકેલ શિક્ષકો દ્વારા આપવામાં આવશે. હેલ્પલાઇનમાં જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાવના આચાર્યો અને વિષય નિષ્ણાંત દ્વારા મોબાઇલના માધ્યમથી માર્ગદર્શન આપીને વિદ્યાર્થીની મુંઝવણને દુર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલી હેલ્પલાઇનમાં ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આચાર્યોનો સમાવેશ કરાયો છે.

Previous articleકાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં, સ્વામી મહિલાને લઇને ફરાર થતાં પત્ર થયો વાયરલ
Next articleસ્વાઈન ફ્લૂનો હાહાકારઃ વધુ એકનું મોત, મૃત્યુઆંક ૭૧ પર