પાલિતાણા તળાવ વિસ્તારની પ્રાથમિક શાળામાં યુનિફોર્મ કીટનું વિતરણ કરાયું

1134
bhav29-12-2017-8.jpg

આજરોજ પાલિતાણામાં આવેલ તળાવ વિસ્તારમાં તળાવ પ્રાથમિક શાળામાં યુનિફોર્મ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ શાળાના ૪૦ બાળકો જેવા કે જેને માતા અથવા પિતા ન હોઈ તેવા બાળકો જે શાળાએ આવા માટે યુનિફોર્મ ન હોઈ અને શાળાએ આવી શકતાન હોઈ જેની પ્રવિણભાઈ ગઢવીએ નોંધ લઈ તે ૪૦ બાળકોને સ્કુલ યુનિફોર્મ કીટનું વિતરણ કરી માનવતા દેખાડી હતી. જેમાં આ કાર્યક્રમમાં પ્રવિણભાઈ ગઢવી, ચેતન દેવલુક, કિરીટભાઈ લકુમ, હરિયાણી બાપુ, તેમજ શાળાના સ્ટાફગણ જોડાયા આ શાળાના આચાર્ય શકિતસિંહ યાદવએ કહ્યું હતું કે પ્રવિણભાઈ ગઢવી  આ તળાવ શાળામાં અનેકવાર મદદરૂપ થાય છે અને બાળકોની ઉપર તેમના સદાય આર્શીવાદ રૂપ રહ્યા છે.