અર્બન વાઈ-ફાઈ પ્રોજેક્ટ અમલી : લોકોને રાહત થશે

879
guj14102017-1.jpg

રાજ્યના નગરિકોને મફત ઈન્ટરનેટની સુવિધાઓ ઘર આંગણે જ પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારે અર્બન વાઈ-ફાઈ પ્રોજેક્ટ કાર્યાન્વિત કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં ગુજરાત સ્ટેટ અર્બન એરિયા નેટવર્ક હેઠળ નાગરિકોને વાઈ-ફાઈ સુવિધા પુરી પડાશે પબ્લિક વાઈ-ફાઈ હોટ સ્પોટ પ્રોજેક્ટ હેઠળ ૩ લાખથી વધુ વપરાશકર્તાઓને આનો લાભ મળશે, એમ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા જણાવાયું છે. વિભાગ દ્વારા જણાવાયુ છે. વિભાગ દ્વારા જણાવાયાનુસાર આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અ અને બ વર્ગની ૫૬ જેટલી નગરપાલિકાઓને પ્રાથમિક તબક્કે આવરી લેવાશે અને દરેક શહેરમાં ૭ થી ૧૦ જેટલા વાઈ-ફાઈ ઝોન બનાવાશે. જેમાં બસસ્ટેન્ડ, સિવિલ હોસ્પિટલ, ટાઉન લાયબ્રેરી અને નગરપાલિકોની મહત્તમ અવરજવર વાળા સ્થળોએ મફત ઈન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ બનશે. પ્રાથમિક તબક્કે રાજ્યના પાટણ, મહેસાણા, સાણંદ, મોડાસા, હિંમતનગર, નડિયાદ, ડભોઈ, પોરબંદર, ગોંડલ વઢવાણ જેવા શહેરોને આવલી લેવાનું આયોજન છે. આ શહેરોમાં સીટીબસ સ્ટેન્ડ, ડેપો, નગરપાલિકા, મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા-તાલુકા કોર્ટો, જિલ્લા-તાલુકા કક્ષાની લાયબ્રેરીઓ, સિવિલ હોસ્પિટલ જેવા સ્થળોએ નાગરીકોને મફત અનલિમિટેડ ઈન્ટરનેટ સુવિધાઓ પુરી પાડવા એકસેસ પોઈન્ટ ઈન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આ પ્રોજેક્ટ મુખ્ય ઉદ્દેશ સ્થળોએ નાગરિકોને ઈન્ટરનેટ સુવિધા પુરી પાડવાનો છે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ અમલી બનતા ૩ લાખથી વધુ વપરાશકર્તાને તેનો લાભ મળશે. નાગરિકો માટે પબ્લિક ઈન્ટરનેટ એકસેસ માળખાની સ્થાપના દ્વારા શહેરી વિસ્તારોમાં નાગરિકોને, પ્રવાસીઓને, વિદ્યાર્થીઓને આધારભુત અને સુવિધાપૂર્ણ ઈન્ટરનેટ વાઈ-ફાઈ કનેક્ટીવીટી પુરી પાડશે. પ્રોજેક્ટ દ્વારા નાગરિકો ઈન્ટરનેટ એકસેસ સુવિધા, શિક્ષણ અને ડિજિટલ સાક્ષરતા, માહિતી ઝડપથી મળશે.

Previous article શાળાઓમાં CCTV મુદ્દે સરકારને નોટિસ
Next article ગુજરાતમાં ૧૮ વર્ષ બાદ મોદી વગર લડાશે ચૂંટણી