શહેરના ઘોઘારોડ શિતળા માતાના મંદિર પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લેતો શખ્સને ભરતનગર પોલીસ ટીમે બાતમી રાહે રેડ કરી રોકડ મત્તા સાથે ઝડપી લીધો હતો.
ભરતનગર પોલીસ સ્ટેશનના એઝાઝખાન પઠાણ, ધીરૂભા ગોહિલ, ઘનશ્યામભાઈ ગોહિલ, મહેન્દ્રસિંહ સરવૈયા, સંજયભાઈ ચુડાસમા, નરેશભાઈ વાજા તથા અન્ય સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલ હકિકત મુજબ ઘોઘારોડ ગૌશાળા શિતળા માતાના મંદિર પાસે રહેતો પ્રવિણ ઉર્ફે બાબુ ગોરધનભાઈ મકવાણા ઉ.વ.ર૭ને વરલી મટકાનો જુગાર લેતા રોકડ રૂા.૧૧પ૦ તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂા.પ૦૦ કુલ ૧૬પ૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ મુજબ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.