ઘોઘારોડ પોલીસ મથકમાં વાહનોની જાહેર હરાજી કરાઈ

1078
bhav9102017-4.jpg

ભાવનગર શહેરનાં ઘોઘારોડ પોલીસ મથકમાં આજરોજ વાહનોની જાહેર હરાજી કરાઈ હતી જેમાં ૨૦૦૨ થી ૨૦૦૯ સુધીમાં કબ્જે લેવાયેલા વાહનોનાં ૯૭ હજારની ઉપજ થઈ હતી પ્રાપ્ત વિગત મુજબ ઘોઘારોડ પોલીસમાં વાહનોની જાહેર હરરાજી રખાઈ હતી જેમાં ૧ કાર, બે રીક્ષા, બજાજ સ્કુટર ૧૦, લ્યુના-૩ સાયકલો, મોટર સાયકલ મોબાઈલ સહિતનો મુદ્દામાલ જે ૨૦૦૨થી ૨૦૦૯માં કબ્જે લેવાયો હતો. ઘણા સમયથી પડતર અને ભંગાર થઈ ગયેલાં વાહનોનાં પોલીસને માત્ર ૯૭ હજાર રૂપીયા ઉપજયા હતા.