મોદીના ગઢ ગુજરાતમાં કોંગ્રેસનું આજે ‘શક્તિ પ્રદર્શન’

1117

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને ભારે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ૫૮ વર્ષના લાંબા સમયગાળા બાદ ફરી એક વખત આજે ગુજરાતમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક યોજાનારી છે આ બેઠકમાં હાલ અડાલજ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આવતી કાલે બપોરે ૧-૪પ કલાકે અડાલજના ત્રિમંદિર ખાતે યોજાનારી જંગી જન સંકલ્પ રેલીને સંબોધીને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકશે.

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના અન્ય મહાનુભાવો આવતી કાલે સવારે ૯ વાગ્યે અમદાવાદ આવશે. આ મહાનુભાવો સવારે ૯-૪પ વાગ્યે શહીદ સ્મારક જઇને શહીદોને ભાવાંજલિ આપશે ત્યારબાદ પુષ્પાંજલિ બાદ સેવાદળે ફરકાવેલા કોંગ્રેસના ઝંડાને દિગ્ગજ નેતાઓ સલામી આપશે. સલામી બાદ ઝ્રઉઝ્રના સભ્યોનું સરદાર સ્મારક ખાતે ફોટોશૂટ થશે. અને ફોટોશૂટ બાદ ઝ્રઉઝ્રની બેઠક શરૂ થશે.

પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં છ દાયકા બાદ પ્રથમ વાર ગુજરાતના આંગણે એઆઇસીસીની વર્કિંગ કમિટીની બેઠક યોજાઇ રહી હોઇ પક્ષમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. વર્કિંગ કમિટીની બેઠક બાદ સઘળા મહાનુભાવો ખમણ-ઢોકળાંની લિજ્જત માણશે.

કોંગ્રેસની સીડબ્લ્યુસીની બેઠક પૂર્ણ થયા બાદ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ડો.મનમોહનસિંહ સહિતના ટોચના નેતાઓ અડાલજના ત્રિમંદિર ખાતે બપોરે ૧-૪પ વાગ્યે યોજાનારી વિશાળ જન સંકલ્પ રેલીમાં હાજરી આપશે. બપોરે ૧ વાગ્યે અડાલજ ખાતે કોંગ્રેસ જનસભાને સંબોધન કરશે. સભાસ્થળ પર ૪ લાખથી વધુ લોકો એકઠા થવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. પ્રિયંકા ગાંધી રાજકારણમાં સક્રિય પ્રવેશ બાદ પ્રિયંકા ગાંધી પ્રથમવાર રેલીને સંબોધન કરે તેવી શક્યતા છે. ત્યારે નેતાઓની સુરક્ષાને લઈને પણ જીઁય્ની ટીમે ત્રિમંદીર પાસે સભા સ્થળની મુલાકાત કરી હતી. ૧૨ માર્ચના રોજ પ્રથમ વખત કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ અને નેતાઓ એક મંચ પર જોવા મળશે.

માહિતી અનુસાર, ૨૫થી વધુ દિગ્ગજ નેતાઓ સ્ટેજ પર હાજર રહેવાના છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કુમારી શૈલજા, શીલા દિક્ષિત, મલ્લિકાર્જૂન ખડગે, સિદ્ધારમૈયા, અંબિકા સોની, ગુલામનબી આઝાદ, કે.સી. વેણુગોપાલ, બાલાસાહેબ થોરાટ જેવા સિનિયર નેતાઓનો સમૂહ આવતીકાલે અમદાવાદમાં આવશે.

આ રેલી માટે દોઢ લાખ ખુરશી, વીસ મોબાઇલ ટોઇલેટ, પાણીનાં ટેન્કર વગેરેની વ્યવસ્થા કરાઇ છે. દરમ્યાન આવતી કાલની રેલીમાં ‘પાસ’ના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાશે. અગાઉ આ રેલી ગત તા.ર૮ ફેબ્રુઆરીએ યોજાનાર હતી.

Previous articleપાસ નેતા હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં જોડાશે..!!
Next articleસંવેદનાની સરિતા સત્યના પૂજારીને નિર્મળ રાખે છે