ગાંધીનગર સિવીલ હોસ્પિટલ તબીબોના મામલે ઓક્સિજન પર

556

ઓપીડીના દર્દીઓનું યોગ્ય રીતે નિદાન અને સારવાર આપી શકાય તેમજ ઓપરેશન પણ કરી શકાય તેટલા તબિબોની અછત હોવાની રજુઆત ખુદ વિવિધ વિભાગના એચઓડીએ સિવિલ સુપ્રિટેડન્ટને કરી છે. આથી ગાંધીનગર સિવીલ હોસ્પિટલ તબિબોની અછત વચ્ચે ઓક્સિજન મોડમાં આવી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. છ તબિબોને પ્રમોશન આપતા તેઓની જગ્યાઓ ખાલી પડી છે.

ગાંધીનગર મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજોમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઇન્સ્પેક્શનને પગલે ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબિબોને ટ્રાન્સફર કરાયા છે. તેની જગ્યાઓ તો હજુ પુરાઇ નથી ત્યાં જ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં છ તબિબોને પ્રમોશન આપ્યા છે.

ઉપરાંત ઓપરેશનની કામગીરી તબિબોની ઘટને પગલે ઘટી રહી છે. આવી સ્થિતિમાં કામ કરવું કઠિન હોવાથી વિવિધ વિભાગના એચઓડીએ સિવીલ સુપ્રિટેડન્ટને રજુઆત કરી હતી. તબિબના સ્ટાફની ઘટને પગલે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય ઉપર અસર પડી રહી છે. આથી મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ઇન્સ્પેક્શન માટે મોકલેલા તબિબોને પરત લાવવાની માંગણી કરી હતી.

ગાંધીનગરમાં વીવીઆઇપી રહેતા હોવાથી ઉપરાંત તેમની ડ્‌યુટી પણ બજાવવાની હોવાથી તબિબોની ઘટથી મુશ્કેલી પડી રહી હોવાનું ખુદ વિવિધ વિભાગના એચઓડીએ રજુઆત કરતા બહાર આવ્યું છે.

Previous articleબનાસડેરી પશુપાલકો પાસેથી ૫૦ પૈસા પ્રતિ કિલો લીલું છાણ ખરીદશે
Next articleહું અમિત શાહ અને પીએમ મોદી જેવો અહંકારી નથી, શહીદો પર રાજનીતિ નહીંઃ શક્તિસિંહ