હાર્દિકની ચૂંટણી લડવાની અરજી પર જજે કહ્યું, ‘નૉટ બિફોર મી…’

688

હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં બુધવારે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટના જસ્ટિસ આર.પી ધોલારીયાએ નોટ બીફોર મી કરી અરજી કાઢી નાખી હતી.

વિસનગર એમએલએની ઓફિસમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલે વિસનગર કોર્ટના આદશ સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક આગામી લોકસભાની ચૂંટણી લડવા માંગતો હોવાથી તેણે આ અરજી કરી હતી. વિસનગર કેસમાં હાર્દિક પટેલને બે વર્ષની સજા પડી છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાર્દિકે અવરોધ વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે કોર્ટમાં અરજી કરી હતી. આથી ચૂંટણી લડવામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે હાર્દિકે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ હાર્દિકની આ અરજી નોટ બીફોર મી કરી છે. હવે હાર્દિકની અરજી પર ૧૫મી માર્ચે બીજા જજ સુનાવણી શરૂ કરશે. પાટીદારોને અનામત આપવાની લડત ચલાવનાર હાર્દિક પટેલ મંગળવારે કોંગ્રેસમાં જોડાઈ ગયો છે. જામનગરથી ચૂંટણી લડવાની તેણે તૈયારી બતાવી છે.  રાહુલ ગાંધીએ હાર્દિક ચૂંટણી જીતી જશે તેવો દાવો પણ કરી દીધો છે, પરંતુ કાયદાકીય રીતે હાર્દિક ગુંચવાયો છે.

Previous articleવાતાવરણમાં પલટો : માવઠાની ભીતિથી ખેડૂતો ચિંતિત
Next articleMLAબારડ મુદ્દે વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા, રામધુન બોલાવાઈ