ગાંધીનગર સરખેજ હાઈવે પર રાત્રે ગમખ્વાર અકસ્માત એકનું મોત આઠ ઘાયલ

951

એસ.જી.હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. તો અકસ્માતમાં સાત લોકોને નાની મોટી ઈજાઓ થતાં તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની વિગત એવી છે કે, ઈસ્કોનથી પકવાન ચાર રસ્તા તરફ જતી એક કારના ચાલકે કારના સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી જતા સામેથી આવતી અન્ય એક કાર સાથે અથડાઈ હતી.

જે બાદ મોટો અકસ્માત સર્જાયો અને તેમાં એક વિપુલ  પટેલ નામના વ્યક્તિનું મોત થયુ છે. મૃતક વિપુલ પેટલ બિલ્ડર હોવાનું સામે આવ્યુ છે. તો ઈજાગ્રસ્ત પ્રતિક બ્રહ્મભટ્ટની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી. આ ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. એક વર્ષની અંદર અમદાવાદમા ૩૨૦ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. અમદાવાદ શહેરમાં ૪૫ લાખ વાહનો છે. પરંતુ વાહન ચલાવતી મોટાભાગની વ્યકિતમાં ટ્રાફિક નિયમનને લઈને જાગૃતિનો અભાવ છે. અથવા છે તો તેના તરપ ઉપેક્ષા સેવે છે.

ઓવર સ્પીડ, હેલ્મેટ નહિ પહેરવું, શીટ બેલ્ટ નહિ બાંધવા અને ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત કરવી. આ તમામ કારણોના કારણે અનેક લોકો અકસ્માતમાં જીવ ગુમાવે છે. અકસ્માત માટે જવાબદાર વાહન ચાલકો જ છે. ટ્રાફિક નિયમનુ પાલન નહિ કરીને તેઓ અકસ્માતને નોતરે છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮માં ભારતમા ૧.૪૭ લાખ લોકો અકસ્માતમા મૃત્યુ પામ્યા છે. રોડ અકસ્માત હવે દેશનો ગંભીર મુદ્દો બની ગયો છે. આતંકવાદ અને દુશ્મનોના હુમલાથી લોકોને બચાવી શકાય છે. પરંતુ ’રોડ વોર’થી લોકોને બચાવવા પોલીસ માટે પણ મુશ્કેલ છે. પોતાનો જીવ બચાવવો દરેક વાહનચાલકના હાથમાં જ છે.

જ્યારે અકસ્માતમાં કોઈ સ્વજન મૃત્યુ પામે છે ત્યારે સૌથી દયનીય સ્થિતિમાં તેનો પરિવાર મુકાય છે. આ જુઓ નિવૃત્ત જીવન ગુજારી રહેલા મુકેશ પંચાલના એકના એક દીકરા રવિનુ એસજી હાઈવે પર અકસ્માતમા મોત નિપજ્યુ. રવિએ હેલ્મેટ પહેર્યુ હતુ તેમ છતાં તેનું મોત થયું.

અકસ્માતનું કારણ સામેના વાહનચાલકની બેફામ ગતિ તો હતી જ પરંતુ જો રવિએ પણ સ્ટાન્ડર્ડ ક્વોલિટી વાળું હેલમેટ પહેર્યુ હોત તો જીવનની શક્યતા વધી જાત. આ ઘટનાથી એ નિર્ણય આપણે કરવાનો છે કે થોડા પૈસા બચાવવા છે કે જીવન! આ ઘટનાથી તમામ વાહન ચાલકોએ જાગૃત થવાની જરૂર છે.

Previous articleવિસનગરમાં પરંપરાગત રીતે ખાસડા હોળી ખેલાશે
Next articleગિફ્‌ટ સિટી નજીક બાઈક સ્લીપ થતાં પીડીપીયુની વિદ્યાર્થિનીનું મોત