લાખોનો ટેક્સ ઓછો કરવા જીએસટી અધિકારીએ માગી લાંચ, એસીબીએ ઝડપ્યો

659

ગુજરાત એસીબીના અમદાવાદ એકમે જીએસટીના વિભાગના રાજેશ સાંડપાને ૨૧ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડયા છે. એસીબીને ફરિયાદ મળી હતી કે, રાજ્ય વેરા અધિકારી રાજેશ સાંડપાએ માર્ચ માસમાં ભરવાનો હોય એ ટેક્સ ૩૦૦ ટકા લેખે ૧૧ લાખ થતો હતો.

પરંતુ આ ટેક્સને જો ૭૪ હજાર જ કરવો હોય તો ફરિયાદીને જણાવ્યું કે, ૨૧ હજારની લાંચ આપશે તો ૧૧ લાખ માંથી માત્ર ૭૪ હજાર જ ટેક્સ ભરવો પડશે. ત્યારે ફરિયાદીએ એસીબીને ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવીને લાલદરવાજા ખાતેના બહુમાળી ભવનની કચેરીમાં જ લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતો.

પોલીસે આ સિવાયની અન્ય કેટલીક મિલ્કત છે તે અંગે જીએસટીના આધિકારીના ઘર પણ સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે, કે ટેક્સ અધિકારીએ વધુ ટેક્સ ન ભરવો પડે તે માટે અધિકારીએ એક કિમિયો સોધ્યો હતો. અને ૧૧ લાખનો ટેક્સ ૭૫ હજારનો કરવા માટે ૨૧ હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

Previous articleશનિવારે એનઆઈસીએમ કેમ્પસ ખાતે “હેપ્પી રક્તદાન શિબિર”નું આયોજન
Next articleખાનગી વાહનો બાદ બીઆરટીએસકોરીડોરમાં એસટી ઉપર પણ પ્રતિબંધ