ર્નસિંગ કર્મચારીઓએ પ્રતિક ઉપવાસ કરી વિરોધ પ્રગટ કર્યો

424

રાજ્યની સિવિલ હોસ્પિટલ સહિત અન્ય આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા ર્નસિંગ કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી પડતર પ્રશ્નોની માંગ સાથે રજૂઆત કરી રહ્યા છે. જે અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવતાં ગુરુવારથી પ્રતિક ઉપવાસ સાથે ધરણાં કરીને સુત્રોચ્ચાર કર્યા હતા. ગાંધીનગર સિવિલના ર્નસિંગ કર્મચારીઓ જોડાયા હતા અને સરકારની નીતિઓ સામે રોષ પ્રગટ કર્યો હતો.

ર્નસિંગ કર્મચારીઓ દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને નિસ્વાર્થ ભાવે ફરજ બજાવી રહ્યા છે ત્યારે અન્ય કર્મચારીઓને જે પ્રકારે લાભો આપવામાં આવે છે તે નહીં મળતાં એસો. દ્વારા છેલ્લા ઘણા વર્ષથી પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે રજુઆતો કરવામાં આવી રહી છે છતાં સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવતાં કર્મચારીઓ માં પણ રોષ ઉભો થયો છે.

ત્યારે દર્દીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર હકારાત્મક અભિગમની અપેક્ષા સાથે અહિંસક યુનિફોર્મ બહિષ્કાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે તંત્ર દ્વારા પણ તેની નોંધ લેવામાં નહીં આવતાં એસો. દ્વારા આંદોલનને ઉગ્ર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં આરોગ્ય મંત્રીને પણ રૂબરૂ મુલાકાત કરીને રજૂઆતો કરાઇ હતી.

તે વખતે જણાવ્યું હતું કે, ચુંટણી બાદ યોગ્ય વિચારણા અને કાર્યવાહી કરવામાં આવશે છતાં નિર્ણય લેવામાં નહીં આવતાં રોષે ભરાયેલા કર્મચારીઓ દર ગુરુવારે હોસ્પિટલોમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ કરીને સુત્રોચ્ચાર કરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ગાંધીનગર સિવિલમાં ર્નસિંગ સ્ટાફે ગુરુવારે ધરણાં કરીને સુત્રોચ્ચાર કર્યા હતા ત્યારે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો તા.૧ ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યના કર્મચારીઓની મહારેલી નિકળશે અને પુનઃ રજુઆત કરશે.

Previous articleતલાટીની બદલીની માંગ સાથે ખોરજમાં પંચાયતને તાળાં માર્યા
Next articleગુજરાતમાં રોજ ૫૫ લોકો કરે છે આત્મહત્યા સૌથી વધુ