આશા પટેલનાં વિરોધ અને સમર્થનમાં પોસ્ટર યુદ્ધ છેડાયું

831

લોકસભાની ચૂંટણીને કારણે રાજકારણ ગરમાયું છે, તો આ લોકસભાની સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાનાર છે. જેને લઇને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. સોશિયલ મીડિયાથી લઇને પોસ્ટર યુદ્ધ છેડાઇ ચૂક્યું છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર ધારાસભ્ય આશા પટેલનો ક્યાંક વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક સમર્થનમાં પોસ્ટરો લાગી રહ્યાં છે. મહેસાણાના ઉંઝા વિધાનસભાની પેટાચૂંટણી આગામી ૨૩ એપ્રિલના રોજ યોજાશે, જેને લઇને બંને પક્ષ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ખાસ કરીને કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા આશા બહેનના સમર્થન અને વિરોધથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે. મહેસાણામાં ગામડાંઓમાં વિરોધમાં બેનરો લાગ્યા હતા, જેમાં લખવામાં આવ્યું કે ’પારકી આશા સદા નિરાશા, સમાજને છેતરનારા પાટલી બદલુ પાછા જાવ’

મહેસાણાના ઉંઝામાં આશા પટેલનો વિરોધ દર્શાવવા અન્ય એક ગામમાં પોસ્ટર લગાવવામાં આવ્યું, આ પોસ્ટરમાં લખવામાં આવ્યું કે ’હવામાં ઉડતા આશાબેન પટેલને પેરાશુટ લઇને ગામમાં ઉતરવું નહીં’

Previous articleકોંગ્રેસને ફટકોઃ એનસીપી અને બીટીપીની ગઠબંધન કરવાની મનાઇ
Next articleબિહારમાં ભાજપ નેતાના ઘર પર ૫૦ નક્સલીઓનો હુમલોઃ ઘર ફૂંકી માર્યું