ફીર એકબાર મોદી સરકારના સુત્રને યથાર્થ કરવાના પ્રયાસો

708

ભાજપા મીડિયા સેલની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારામનએ ભાજપાના ૩૯ના સ્થાપના દિન નિમિત્તે વડોદરા ખાતે પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત રહી સંબોધન કર્યુ હતુ. રક્ષામંત્રી નિર્મલા સીતારામનએ આ પ્રસંગે જણાવ્યુ હતુ કે, તેઓ ૨૦૧૪ લોકસભા ચૂંટણી દરમ્યાન વડોદરાના પ્રવાસે હતા અને આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ તેઓ વડોદરા ખાતે ઉપસ્થિત છે. ગત ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની જેમ જ આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દેશ માટે અતિમહત્વની છે.

૨૦૧૪ની ચૂંટણી પ્રજાવિરોધી, ભ્રષ્ટાચારી, દેશની સુરક્ષા કરવા અસક્ષમ, દેશના પ્રશ્નોનું નિરાકરણ ન લાવી શકનાર યુપીએ સરકારને ઉખાડી ફેંકવા માટેની હતી, જ્યારે ૨૦૧૯ની ચૂંટણી દેશની વિકાસયાત્રાને અવિરતપણે આગળ વધારવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારનું પુનરાવર્તન કરવા માટે ની ચૂંટણી છે. રોજગારીની બાબત હોય, ઔદ્યોગિક વિકાસની બાબત હોય, આર્થિક સુધારાની બાબત હોય કે દેશની સુરક્ષા-સલામતીની બાબત હોય એમ, દરેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં દેશે છેલ્લા ૫ વર્ષમાં નરેન્દ્ર મોદીનું નિર્ણાયક નેતૃત્વ જોયું છે.

છેલ્લા ૫ વર્ષમાં દેશમાં જે કાર્યોની નીંવ મુકવામાં આવી છે તેમને પૂર્ણતાના આરે લઇ જવા નરેન્દ્ર મોદીનું ફરી પ્રધાનમંત્રી બનવું અતિઆવશ્યક છે. ‘‘ફીર એક બાર મોદી સરકાર’’ના સુત્રને યથાર્થ કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ, સ્થાનીય નેતૃત્વ, કાર્યકર્તાઓ તથા સમર્થકો ભાજપાને વિજય અપાવવા માટે દેશભરમાં અથાગ પરિશ્રમ કરી રહ્યા છે. ૨૦૧૪ થી ૨૦૧૯ દરમ્યાન વડોદરામાં કેન્દ્ર સરકારની સહાયથી શરૂ કરવામાં આવેલ વિકાસકાર્યોની માહિતી આપતાં સીતારામનએ જણાવ્યુ હતુ કે, વડોદરાને દેશની સૌ પ્રથમ રેલ્વે યુનિવર્સીટી, બુલેટ ટ્રેન ટ્રેનીંગ સેન્ટર, સેન્ટ્રલ વેરહાઉસીંગ ડેપો, સેન્ટ્રલ કન્ટેઇનર ડેપો, વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે, દેશનો બીજો ગ્રીન એયરપોર્ટ, મોડર્ન રેલ્વે સ્ટેશન, ફ્રેઇટ કોરિડોર, એગ્રીકલ્ચર સાયન્સ સેન્ટર, એચ.આર.ડી. મંત્રાલય દ્વારા સેન્ટ્રલ યુનિવર્સીટી, છાયાપુરી સેટેલાઇટ રેલ્વે સ્ટેશન જેવી ભેંટ મળી છે. આટલી બધી યોજનાઓનો લાભ વડોદરાને મળવા બદલ તેઓએ વડોદરાના સાંસદ રંજન ભટ્ટને શુભેચ્છાઓ પાઠવી હતી અને મહિલા સાંસદ તરીકે તેમની કામગીરીને બીરદાવી હતી. વડોદરા લોકસભા બેઠક પર ભાજપાના મહિલા ઉમેદવાર રંજન ભટ્ટની વડોદરાથી જીત નિશ્ચીત છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપા સ્પષ્ટ બહુમતી મેળવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે તેવો સીતારામનએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Previous articleભ્રષ્ટાચાર મામલે ફરી એકવાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસ બંધ
Next articleઅમિત શાહનો શાહી રોડ શો