શોપિયાં સેક્ટરમાં એન્કાઉન્ટર સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા

517

જમ્મુ અને કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં શનિવારે સુરક્ષાદળો સાથે ઘર્ષણમાં મરાયેલા હિજબુલ મુજાહિદ્દીનનાં બે આતંકવાદીઓ પૈકી એક એમ.ટેકનો વિદ્યાર્થી હતો. પોલીસે આ વાતની માહિતી આપી હતી. ગાંદરબલ જિલ્લાનાં નુનેર ગામ સાથે સંબંધ ધરાવનારા રાહિલ રાશિદ શેખ ટેક્નોલોજીમાં પરાસ્નાતક કરી રહ્યો હતો અને ત્રણ દિવસ પહેલા જ તે આતંકવાદી બન્યો હતો. પોલીસે કહ્યું કે, ઘર્ષણમાં ઠાર મારાયેલા બીજા આતંકવાદીઓની ઓળખ શોપિયા જિલ્લાનાં કિગમ ગામનાં નિવાસી બિલાલ અહેમદ તરીકે થઇ છે. ઘર્ષણ પરગુચી ગામમાં તે સમયે થઇ, જ્યારે રાષ્ટ્રીય રાઇફલ્સની ઉગ્રવાદી વિરોધી એકમ અને રાજ્ય પોલીસનાં વિશેષ અભિયાન જુથ ઇમામ સાહેબનાં બાગ વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. પોલીસે કહ્યું કે, છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, ત્યાર બાદ થયેલા ઘર્ષણમાં  બંન્ને આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. બીજી તરફ ઉત્તરી કાશ્મીરનાં બારામુલા જિલ્લાનાં વારપોરા સોપોર વિસ્તારમાં આતંકવાદીઓએ ક્રૂરતા દેખાડતા સેનાનાં એક જવાનની હત્યા કરી દીધી.

જવાનની ઓળખ મોહમ્મદ રફીક યતુ તરીકે કરવામાં આવી છે. જણાવાઇ રહ્યું છે કે  યતૂની પોસ્ટિંગ બારામુલામાં હતી. આ દુર્ઘટના તે સમયે થયું જ્યારે તયુ રજા પર પોતાનાં ઘરે ગયેલા હતા. આતંકવાદીઓએ આશરે ૫.૨૫ વાગ્યે વારપોરામાં જવાનનાં ઘર પર ગોળીબાર કર્યો. ગોળી લાગ્યા બાદ જવાન ઘાયલ થઇ ગયો હતો. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યું થઇ ગયું.

Previous articleવર્ધામાં પીએમ મોદીના ભાષણની કોંગ્રેસે કરી ફરિયાદ, ચૂંટણીપંચે માંગ્યો રિપોર્ટ
Next articleશત્રુઘ્નસિંહા અંતે કોંગ્રેસ પાર્ટીમાં સામેલ : ભાજપ ઉપર તીવ્ર પ્રહારો