કોંગ્રેસ એમએલએ ગેનીબેનનો બફાટ, કાણા નાણાં માટે અશોભનીય શબ્દપ્રયોગ

916

લોકસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ભાષણ દરમિયન રાજકીય નેતાઓ અશોભનીય શબ્દોનો પણ પ્રયોગ કરતાં જોવા મળી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ કાણા નાણાં માટે આવા જ અશોભનીય શબ્દનો પ્રયોગ કર્યો હતો.

ડીસામાં કોંગ્રેસની સભામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું વિવાદીત નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, ભાજપે અગાઉ કહ્યું હતું કે જો ભાજપની સરકાર આવશે તો વિદેશમાં જે કોંગ્રેસી નેતાઓનું કાળું નાણું પડ્યું છે તે પાછું લાવીશું. તો ભાજપ કેમ કોંગ્રેસના નેતાઓનું કાળું નાણું પાછું ન લાવી. આ સાથે જ તેમણે અશોભનીય શબ્દનો પણ પ્રયોગ કર્યો હતો. નોંધનીય છે કે, અગાઉ અનેક વાર ગેનીબેન ઠાકોર વિવાદીત બફાટ કરી ચૂક્યાં છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જામનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મૂળુ કંડોરિયાએ પણ આવા અશોભનીય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પક્ષના નેતાઓ ભાન ભૂલી રહ્યાં છે અને વિવાદીત બફાટ કરતાં જોવા મળી રહ્યાં છે.

 

Previous articleદેવ ઓરમ બિલ્ડીંગમાં ૪ લોકો અંદર પૂરાયા અને એએમસીએ સીલ મારી દીધું
Next articleટેમ્પોએ ટક્કર મારતા બે જૈન સાધ્વીનાં ઘટનાસ્થળે જ મોત