પાટણમાં સ્પા મસાજ સેન્ટરમાં ચાલતું સેક્સરેકેટ ઝડપાયું, થાઈલેન્ડની બે યુવતી સહિત ૪ની ધરપકડ

1415

પાટણમાં હારિજ ત્રણ રસ્તા પર આવેલા શુભમ પ્લાઝા કોમ્પલેક્ષના પ્રથમ માળે સ્પા મસાજ સેન્ટરના ઓથા હેઠળ ચાલતા સેક્સ રેકેટનો પાટણ પોલીસે પર્દાફાશ કરી બે વિદેશી યુવતી સાથે ચાર યુવકોની ધરપકડ કરી હતી. પોલીસે વાહનો અને દેહવિક્રયની ચીજવસ્તુ સહિત રૂ.૪.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાટણના ૩ અને મહેસાણાના ૩ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પાટણ જિલ્લામાં સ્પા મસાજ સેન્ટરના ઓથા નીચે કુટણખાનુ ચાલતું હોવાનું પ્રથમ વખત બહાર આવ્યું છે.

ગ્રાહક મોકલીને કુટણખાના નો પર્દાફાશઃ પાટણ એ ડિવિઝન ઇન્ચાર્જ પીઆઇ એલ.પી. બોડાણા અને હેડ કોન્સ્ટેબલ મનોજકુમારને મળેલી બાતમી આધારે એસઓજી પીઆઈ ડી.એચ. ઝાલા, પીએસઆઇ જે.બી. બુબડીયા, મહિલા પીએસઆઇ બી.એમ. રબારી સહિત સ્ટાફે પાટણના હારિજ ત્રણ રસ્તા પર શુભમ પ્લાઝા કોમ્પલેક્ષના પ્રથમ માળે ચાલતા સ્પા મસાજ સેન્ટરમાં સોમવારે ગ્રાહક મોકલી છટકું ગોઠવી કુટણખાનાનો પર્દાફાશ કર્યો હતો.

૩ આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂરઃ સ્પા ઝોન સેન્ટરમાં બહારથી વિદેશી છોકરીઓ લાવી તેમને નાણાકીય પ્રલોભન આપી સ્પા મસાજની આડમાં દેહવિક્રિયની અનૈતિક પ્રવૃત્તિ પણ કરાવાતી હતી. પોલીસે મસાજ સેન્ટરમાંથી રૂ.૨૦૦૦ રોકડ, છ મોબાઈલ, સેવરોલેટ ટવેરા ગાડી, હીરો મેસ્ટ્રો, હીરો પ્લેઝર મળી ૩ વાહનો સહિત રૂ.૪.૩૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને છ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ મુજબ ગુનો નોંધાયો હતો.

આરોપીઓને પાટણ કોર્ટમાં રજુ કરતા ગ્રાહક લલિત મોદીને કસ્ટડીમાં મોકલી અપાયો હતો જ્યારે અન્ય ત્રણ આરોપીને આ ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. પાટણમાં સ્પા મસાજ સેન્ટરના ઓથા હેઠળ ચાલતા સેક્સ રેકેટનો પાટણ પોલીસે પર્દાફાશ કર્યો છે. ૪ શખ્સોને ઝડપી પાડ્‌યા હતા.

 

Previous articleઘઉંમાં ટેકાના ભાવ બજારભાવ કરતાં વધુ હોવાથી ખેડૂતો માર્કેટમાં સીધા વેચે છે
Next articleએકના ડબલની લાલચમાં હિંમતનગરના પિતા-પુત્રે ૧૧.૫૧ લાખ ગુમાવ્યા