સ્ટેટીકની ૨૦ ટીમે ૨૩ નાકા ઉપર ૧૫૨૬૬ જેટલાં વાહનની તપાસ કરી

872

જિલ્લાના ૨૩ નાકા પોઇન્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક ડ્‌યુટી બજાવતી સ્ટેટીકની ૨૦ ટીમોએ અત્યાર સુધીમાં ૧૫૨૬૬ વાહનોનું ચેકિંગ કર્યું છે. વાહનોની ચેકિંગ દરમિયાન સ્ટેટીક ટીમને રૂપિયા ૩૩.૧૩ લાખ મળી આવ્યા હતા. જેમાં યોગ્ય પુરાવાના આધારે સ્ટેટીક ટીમે રૂપિયા ૧૭.૨૩ લાખ સ્થળ ઉપર જ મૂળ માલિકને પરત કર્યા હતા.

લોકસભાની ચુંટણીમાં આદર્શ આચારસંહિતના અમલવારી માટે જિલ્લા ચુંટણી પંચ દ્વારા સ્ટેટીક સર્વેલન્સની ૨૦ ટીમોને જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારના ૨૩ નાકાઓ ઉપર સ્ટેન્ડ ટુ કરી દેવાઇ છે. રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવતી સ્ટેટીક ટીમો દ્વારા ટુ, થ્રી, ફોર વ્હિલર ઉપર હેવી ગાડીઓનું સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે. નાકા પોઇન્ટ ઉપર ૨૪ કલાક ફરજ બજાવતી ટીમોએ અત્યાર સુધી નાના-મોટા ૧૫૨૬૬ વાહનોનું ચેકિંગ કર્યું છે.

વાહનોના ચેકિંગ દરમિયાન ટીમોને કુલ ૩૩.૧૩ લાખથી વધારે મળી આવ્યા હતા. વાહન ચેકિંગ દરમિયાન મળી આવેલા ૧૭.૨૩ લાખના નિયત કરેલા પુરાવા વાહન માલિકોએ રજુ કરતા ટીમોએ સ્થળ ઉપર જ નાણાં મૂળ માલિકને પરત કર્યા હતા. જોકે સ્ટેટીક ટીમોને અત્યાર સુધી મળી આવેલા નાણાંથી ભાદરોડા ચોકડી પાસેથી ગાડીમાંથી મળી આવેલા ૧૩.૯૯ લાખના યોગ્ય પુરાવા મૂળ માલિક દ્વારા નહી રજુ કરતા આઇ.ટી.એ જપ્ત કર્યા છે.

સ્ટેટીક ટીમે વાહનોના ચેકિંગ દરમિયાન પેથાપુર ચોકડી પાસે એસ ટી બસમાંથી ૧૦૫૪૦ની દારૂની ૧૪ નંગ બોટલ મળી આવતા પેથાપુર પોલીસ દ્વારા ગૂનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેટીક ટીમોએ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક દીઠ કરાયેલા વાહન ચેકિંગની વિગતોમાં ગાંધીનગર ઉત્તરમાંથી ૩૦૪૯, ગાંધીનગર દક્ષિણમાંથી ૨૮૬૭, દહેગામમાંથી ૩૧૧૭, માણસામાંથી ૩૧૭૭ અને કલોલમાંથી ૩૦૫૬ વાહનોની ચકાસણી કરી હતી. સ્ટેટીક ટીમો દ્વારા ં કુલ ૧૪ ઘટનાઓ નોંધી છે. સ્ટેટીક ટીમે છત્રાલની કરણ પેપર મીલના નાકા પાસેથી ૧.૯૦ લાખ મળ્યા હતા. જોકે યોગ્ય પુરાવા નહી હોવાથી સ્ટેટીક ટીમે રૂપિયા કમિટીને સોંપ્યા હતા. કમિટી સમક્ષ જરૂરી પુરાવા રજુ કરતા કમિટીએ મૂળ માલિકને પરત કર્યા હતા.

અત્યાર સુધીમાં ૧૫૨૬૬ વાહનોનું ચેકિંગ કર્યું છે. વાહનોની ચેકિંગ દરમિયાન સ્ટેટીક ટીમને રૂપિયા ૩૩.૧૩ લાખ મળી આવ્યા હતા. જેમાં યોગ્ય પુરાવાના આધારે સ્ટેટીક ટીમે રૂપિયા ૧૭.૨૩ લાખ મૂળ માલિકને પરત કર્યા હતા.

Previous articleભાજપમાં કકળાટઃ લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ  ઉથલપાથલ થઇ શકે છે
Next articleમતદાન જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘વોક ફોર વોટ’ રેલી યોજાઇ