ગાંધીનગરમાં ગુજરાત વેટેનરી કાઉન્સીલનો સેમિનાર યોજાયો

1352
gandhi2582017-2.jpg

રાજયના પશુચિકિત્સકોમાં તાંત્રિક કૌશલ્ય અને જ્ઞાનનો વધારો થાય તેમજ ગુજરાતના શ્રેષ્ઠ પશુધનનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે ગુજરાત વેટેનરી કાઉન્સીલનો સેમિનાર ગાંધીનગરમાં યોજાયો હતો. 
ભારત સરકારના પશુપાલન વિભાગના કમિશનર ર્ડા. સુરેશ હોન્નાપાગોલે અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા જણાવ્યું હતું કે, રાજયના પશુચિકિત્સાકોને પશુઓ અને મરધાઓમાં થતાં નવા અને ચેપી રોગ અંગે આધુનિક જાણકારી અને તેના વ્યાપક પ્રચાર-પ્રસાર તેમજ જાગૃતિ અંગે આવા સેમિનારનું આયોજન અતિ મહત્વનું છે. અન્ય રાજયોની સરખામણીએ પશુધન ક્ષેત્રે ગુજરાત સૌથી સમૃઘ્‌ઘ છે. રાજયભરમાંથી અંદાજે ૭૦૦ જેટલા પશુચિકિત્સકોને તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના પશુપાલકો અને પશુ ચિકિત્સકોની ટીમ ખૂબ સુંદર કામગીરી કરે છે. પશુ આરોગ્ય ક્ષેત્રે આંતર માળખાકીય સુવિધાઓ ખૂબ જ સક્ષમ છે. તેમણે પારદર્શિતા અને રીપોટ’ગ પધ્ધતિનું મહત્વ સમજાવી વ્યાપક સ્તરે પશુઓમાં નવા રોગો અને ચેપી તથા જીવલેણ રોગ અંગે વ્યાપક પ્રચાર-પ્રસાર  અને ગ્રામ્ય સ્તરે જાગૃતિ અભિયાનો વધુ તેજ બનાવવા જણાવ્યુ હતું. ગુજરાત વેટેનરી કાઉન્સીલના ઉપપ્રમુખ ર્ડા. આર.એસ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું, 
ગુજરાત વેટેનરી કાઉન્સીલ ના પ્રમુખ ર્ડા. એ.જે. કાછીઆ પટેલે જણાવ્યું હતું કે, રાજયના પશુ ચિકિત્સકોમાં તાંત્રિક કૌશલ્ય નો વધારો થાય અને જાહેર આરોગ્યમાં તેઓ નોંધપાત્ર યોગદાન આપે તે માટે આ સેમિનારનું ખૂબ જ મહત્વ છે. ભવિષ્યના પશુરોગોના પડકારોને પહોંચી વળવા રાજયના પશુચિકિત્સકોની ટીમ સક્ષમ છે. 
ઉત્તર પ્રદેશ બાગયત ડાયરેકરટ ર્ડા. પ્રવિણ મલિકે ધોડા-ગધેડાને થતાં ચેપી અને પ્રાણધાતક રોગ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. પુનાના વૈજ્ઞાનિક રીમા સહાય અને ભોપાલના સીનીયર વૈજ્ઞાનિક ર્ડા. એસ નાગરાજને બર્ડ ફલ્યુ, ઇન્ફલ્યુએન્જા, ઝીંકા વાયરસ અને લેપ્ટોસોયરાસીસ રોગ અંગે પ્રેઝેન્ટેશન દ્રારા વિસ્તૃતિ માર્ગદર્શન આપ્યું હતું. પશુધનમાં ઉભરાતા અને ફરી ઉભરતા ચેપી રોગ અને જીવલેણ રોગ તથા પશુ રોગશાસ્ત્ર અને ચેપી રોગના નિયંત્રણ અંગે ત્વરિત પગલાઓ અને સારવાર અંગે વિસ્તૃત માગદર્શન આપવામાં આવ્યું હતું. 
આ પ્રસંગે વેટેનરી ક્ષેત્રે ગુજરાતના તજજ્ઞો એ. એચ. ઠાકર, એન. એચ. કેશવાલા, મહિમા સહાય, જી. પી. જોષી સહિત વિશાળ સંખ્યામાં પશુચિકિત્સકો ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાત વેટેનરી કાઉન્સીલ ના રજીસ્ટ્રાર ર્ડા. પી.આર. પટેલે આભારવિધિ કરી હતી.