ચિલોડા ચાર રસ્તા પરના દબાણો પર ટીડીઓનો હથોડો વિંઝાયો

867
gandhi2582017-3.jpg

ગાંધીનગર પાસેના ચિલોડા ખાતે ફૂટી નિકળેલા ગેરકાયદેસર દબાણો ઉપર ટીડીઓ દ્વારા પોતે ઉભા રહી સફાયો બોલાવતાં ગેરકાયદેસર દબાણ કરતાં તત્વોમાં ભય વ્યાપ્યો હતો. ચિલોડા પાસેના દબાણો દૂર કરી ત્યાં ફેન્સીંગ કરી દેવાની સૂચના પણ ટીડીઓ દ્વારા આપવામાં આવી છે. એક મહિલા ટીડીઓ હોવા છતાં આખો દિવસ તંત્ર સાથે જ ઉભા રહી દબાણોનો સફાયો બોલાવ્યો હતો. આ ઉપરાંત દબાણ થયું છે તે જગ્યા પર બગીચો બનાવવાનું પણ આયોજન હોવાનું તેમણે જણાવ્યું હતું. 
ગાંધીનગર-દહેગામ માર્ગ પર ચિલોડા સર્કલથી દહેગામ જતા માર્ગ પર કાચા તથા પાકા દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે ગત વર્ષે ચિલોડા સર્કલે એક ગેરકાયદે બનેલા શોપીંગને કલેકટરનાં આદેશથી તોડી પાડ્‌યા બાદ દબાણો દુર થવાની લોકોને આશા જાગી હતી. પરંતુ એક દબાણ તોડીને તંત્રએ સંતોષ માની લેતા રોષ જાગ્યો હતો. જયારે માર્ગોની આસપાસ દબાણોનાં કારણે અવ્યવસ્થા કાયમી રહી હતી. ત્યારે શનિવારે કલેકટરની હાજરીમાં દહેગામ તરફનાં માર્ગ પર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.  
ચિલોડાનાં સ્થાનિક સુત્રોનાં જણાવ્યાનુંસાર ચિલોડામાં દહેગામ તરફ જતા માર્ગ પર તથા અન્ય વિસ્તારમાં જે બાંધકામ છે તેમાં આશરે ૩૦ ટકા બાંધકામ ગેરકાયદે અને દબાણની જગ્યા પર બનેલા છે. પરંતુ સ્થાનિક તંત્રને કોઇ કારણોસર હટાવવામાં રસ નથી. તેવા સમયે ટીડીઓ દ્વારા કરાયેલ આ કાર્યને લોકો સમર્થન આપી રહ્યા છે.

Previous articleગાંધીનગરમાં ગુજરાત વેટેનરી કાઉન્સીલનો સેમિનાર યોજાયો
Next articleગુસ્તાખી માફ