ચાલતી ટ્રેનમાં બદમાશે ફોન ઝૂંટવાની કોશિશ કરી,યુવતી પડી જતાં પગ કપાયો

1332

મેમુ ટ્રેનમાં નવસારીથી સુરત બહેનના ઘરે આવતી ૧૯ વર્ષીય કોલેજ સ્ટુડન્ટ પર મોબાઈલ સ્નેચરે ફોન ઝુંટવવા કરેલા હુમલામાં તેનો જમણો પગ કપાઈ ગયો હતો. દિવ્યા ખીમજી દાફડા (૧૯,રહે, ગૌરીશંકર મહોલ્લો, જલાલપોર, નવસારી) નાની બહેન ક્રિષ્ણા ,મોટી બહેન મમતા અને માજી સાથે સાંજે મેમુ ટ્રેનમાં સુરત અન્ય બહેનના ઘરે જમવા આવી રહી હતી.ટ્રેન જયારે ઉધના રેલવે સ્ટેશન પસાર કરી કાંકરાખાડી પાસે પહોંચી ત્યારે દિવ્યા અને ક્રિષ્ણા દરવાજા પાસે બેઠી હતી. ટ્રેન ધીમી પડતા અચાનક જ એક યુવકે દિવ્યાના હાથ પર જાપટ મારતા દિવ્યા ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાઈ હતી અને ટ્રેનની અડફેટે આવી જતા જમણો પગ કપાઈ ગયો હતો.અજાણ્યો ચેઇનસ્નેચર પર્સ લઇને દિવ્યાને કણસતી મૂકી ભાગી છૂટ્યો હતો. જો કે દિવ્યાએ ઇજાગ્રતહાલતમાં પણ મોબાઇલ હાથમાં જ રાખ્યો હતો. ટ્રેન જયારે સુરત પહોંચી ત્યારે દિવ્યાની બહેને પોલીસને જાણ કરી હતી.

ઘટના બાદ દિવ્યાને સિવિલમાં ખસેડવામાં આવી. જો કે ડોક્ટર ન હોવાનું કારણ આપી દોઢ કલાક સુધી સ્ટ્રેચર પર દર્દથી કણસતી રહી હતી.

સ્નેચર દ્વારા મુસાફરોને ચાલતી ટ્રેનમાં હુમલો કરીને વસ્તુઓ ચોરવાની ઘટના છાશવારે બને છે. આ કારણે બેના મોત થયા હતાં અને અનેક ઘાયલ થયા છે છતાં રેલવે પોલીસના પેટનું પાણી પણ હલતું નથી. આવી ઘટના માટે તો માત્રને માત્ર રેલવે તંત્ર અને પોલીસ જવાબદાર છે.

Previous articleટોચની ૧૦ કંપની પૈકીની ૮ કંપનીની મૂડીમાં વધારો થયો
Next articleખાનગી બસની બ્રેક ફેલ થતાં ખીણમાં ઉતરી મોટી દુર્ઘટના ટળી,૧૦ લોકોને સામાન્ય ઇજા