અ’વાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માતમાં ૪ના મોત

559

જ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ત્યારે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર કાર પલટી ખાતા ૪ લોકોનાં મોત નીપજતા અરેરાટી ફેલાઇ ગઇ છે. આ ઘટનામાં મહારાષ્ટ્રની કાર પલટી ખાઈ જઇને ૨૫ ફૂટ નીચે ગરનાળામાં ખાબકી હતીકાર પલ્ટી ખાઇ જતા ૪ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. મૃતક લોકોમાં ચારેય જણાં પુરૂષો મહારાષ્ટ્રના હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છેઆ ઘટનાની માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર મહારાષ્ટ્રની કાર પલટી ખાઇ ગઇ હતી. જેમાં ઘટનાસ્થળે જ તેમાં સવાર ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત નડિયાદથી ૩ કિમીનાં અંતરે જ બની હતી.

તેઓ અમદાવાદ તરફ આવી રહ્યાં હતાં. કાર પલ્ટી ખાતા ૨૦થી ૨૫ ફૂટ નીચે ગરનાળામાં કાર ખાબકી હતી. આ ઘટનામાં જે કારનો ખૂદડો વળી ગયો છે, તે કાર મહારાષ્ટ્ર ર્પાસિંગની છે. આ ઘટના બનતા આસપાસનાં લોકો ઘટનાસ્થળે ભેગા થઇ ગયા હતાં. અકસ્માતની જાણ થતાંની સાથે જ ૧૦૮ને બોલાવવામાં આવી હતી પરંતુ ચારે જણાનાં મોત ઘટનાસ્થળે જ નીપજ્યાં હતાં. તેમના મૃતદેહોને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે. પોલીસે હાલ આ અકસ્માતમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ પોલીસે આ ચારેવનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં છે. આ મૃતકો કોણ છે અને ક્યાં જઇ રહ્યાં હતાં તે અંગે તપાસ થઇ રહી છે.

અગાઉ પણ અમદાવાદ બરોડા હાઇવે પર અકસ્માતનો કેસો નોંધાયા છે. તો તેની વાત કરવામાં આવે તો.. થોડા દિવસ પહેલા વડોદરા હાઇવે પર કપુરાઇ બ્રિજ પાસે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતાં માતા-પુત્રના મોત થયા હતા. જ્યારે પરિવારની છ વ્યકિતને ગંભીર ઇજા પહોંચી હતી.

Previous articleપાર્લર માલિકે ભૂલી ગયેલા ગ્રાહકને રૂ.૪૩,૫૦૦ પરત આપી પ્રમાણિકતા બતાવી
Next articleVS હોસ્પિટલમાં મહિલાઓના મૃતદેહોની અદલાબદલી, દફન થયેલો મૃતદેહ બહાર કઢાશે