પાર્લર માલિકે ભૂલી ગયેલા ગ્રાહકને રૂ.૪૩,૫૦૦ પરત આપી પ્રમાણિકતા બતાવી

792

વિસનગર શહેરના રેલ્વે સર્કલ ઉપર આવેલા પાર્લર ઉપર ખરીદી કરવા આવેલા ગ્રાહક ભૂલથી ૪૩,૫૦૦ રૂપિયા કાઉન્ટર ઉપર ભુલી જતાં દુકાન માલિકે પ્રમાણિકતા દાખવી ગ્રાહકને બોલાવી તેના પૈસા પરત આપ્યા હતા. દુકાને ખરીદી કરવા આવેલા ગ્રાહકે ૫૦ હજારના બંડલમાંથી ૬૫૦૦ રૂપિયા દુકાન માલિકને આપ્યા બાદ કાઉન્ટર ઉપર બંડલ ભૂલી જઇ નીકળી ગયા હતા.

વિસનગર શહેરના રેલ્વે સર્કલ ઉપર આવેલ વેલકમ પાર્લર ધરાવતા જયેશભાઇ મોદીની દુકાને તાલુકાના ખંડોસણ ગામના ચૌધરી રમેશભાઇ રામજીભાઇ બેન્કમાંથી પૈસા ઉપાડી ખરીદી કરવા આવ્યા હતા. જેમણે પાર્લરમાંથી ૬૫૦૦ રૂપિયાની ખરીદી કરી હતી. જેમાં રમેશભાઇ પાસે ૫૦૦ની દરના ૫૦ હજારના બંડલ હોવાથી તેમાંથી ૬૫૦૦ રૂપિયા કાઢી દુકાનમાલિક જયેશભાઇ મોદીને આપ્યા હતા અને બાકીના ૪૩૫૦૦ રૂપિયાનું બંડલ ભુલથી કાઉન્ટર ઉપર મુકી નીકળી ગયા હતા જ્યાં ગ્રાહકોને માલ આપી રહેલ જયેશભાઇના ધ્યાને પૈસાનું આ બંડલ આવતાં તેમણે પોતાની પાસે રાખી પૈસા કોના છે તેની શોધખોળ હાથ ધરી હતી જેમાં આ રૂપિયા ખંડોસણ ગામના રમેશભાઇના હોવાનું જાણવા મળ્યું હતું અને ખરાઇ કર્યા બાદ આ રોકડ તેના સાચા માલિકને પરત આપી પ્રમાણિકતા દાખવી હતી.

Previous articleસેંસેક્સ વધુ ૯૬ પોઈન્ટ ઘટીને ૩૭૪૬૩ની નીચી સપાટી પર
Next articleઅ’વાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માતમાં ૪ના મોત