ઘ-૪ના સ્વર્ણિમ પાર્ક પાસે ર્પાકિંગની સમસ્યા વકરી

560

ગરમીના દિવસોમાં શહેરના ઘ-૪ સર્કલ પાસે આવેલા સ્વર્ણિમ પાર્ક આસપાસ રોજ સાંજે મેળા જેવો માહોલ જામે છે. ત્યાં નગર તથા આસપાસના લોકો ફરવા આવતા હોવાથી લોકોની સંખ્યાની સાથે વાહનોની પણ સંખ્યા વધી જાય છે. પાક’ગના સ્થળે વાહનોની જગ્યાએ ઠંડા પીણા અને ખાણી પીણીની લારીઓએ અડીંગો જમાવ્યો હોવાથી વાહન મુકવાની જગ્યા મળતી નથી અને વાહનો માર્ગ પર પાર્ક કરવા પડે છે. પરિણામે ટ્રાફિક જામ અને અકસ્માત થતાં રહે છે. તંત્ર આ બાબતને ધ્યાને લઇને પાર્કીગના સ્થળેથી લારીઓ દૂર કરે તેવી નાગરિકોએ માંગ કરી છે.

પાટનગરના સ્થાપનાકાળથી શહેરના નાગરિકોને વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે. દરેક સેકટરમાં બાગ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત નગરનો સૌથી માટે બગીચો સેન્ટ્રલ વિસ્ટા કે જ્યાં શહેરના નાગરીકો ફરવા અને સાંજે ઠંડકનો આનંદ માણવા આવે છે. પરંતુ લોકોની ભીડ વધવાની સાથે વાહનોની સંખ્યા પણ વધી છે. અહીં સાંજ ઢળવાની સાથે પાક’ગમાં વાહનોના બદલે ઠંડા પીણાની લારીઓ ગોઠવાઇ જાય છે. પરિણામે વાહન પાર્ક કરવાની જગ્યા રહેતી નથી. આખરે વાહનો રોડ પર પાર્ક કરવા પડે છે. જેથી ઘ-૪થી મહાત્મા મંદિર તરફના માર્ગે ટ્રાફિક જામની સમસ્યા વધે છે. ગાર્ડન પાસે રાત્રીના સમયે વધી રહેલી પાક’ગની સમસ્યાનું તંત્ર વહેલી તકે નિરાકરણ લાવે તેના માટે વાહન ચાલકો માંગ કરી રહ્યાં છે.

Previous articleકડી નજીકની શાકો ફ્‌લેક્સ નામની કંપનીમાં ભીષણ આગ
Next articleપુન્દ્રાસણમાં ટાઉનશિપના નામે ૧૨૦ કરોડનું કૌભાંડ