આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ૩ વિદ્યાર્થીનું ધોરણ-૧૨નું પરિણામ

1853

અરેરાટીભરી આગની ઘટનામાં જીવતા ભડથું થઇ ગયેલા ૨૩ વિદ્યાર્થીઓમાં ઇશા, વંશી અને કૃતિ નામની ત્રણ વિર્દ્યાર્થિનીઓ ધો.૧૨ કોમર્સની સ્ટુડન્ટ હતી. શનિવારે સવારે તેમનું પરિણામ જાહેર થવાનું હતું. અગ્નિતાંડવ સમી આ ઘટનામાં ત્રણેય આશાસ્પદ વિદ્યાર્થીઓની જિંદગી પણ ભરખી જતાં શાળાના પરિણામ પહેલા આજે તેમની જિંદગી પરિણામ જાહેર થઇ ગયું હતું.

પાલડી વિસ્તારમાં આવેલા સંસ્કાર કેન્દ્ર ખાતે શહેરના ટોપર્સ ભેગા થયા હતા. જોકે, વિદ્યાર્થીઓએ પોતાના પરિણામની ઉજવણી કરવાને બદલે સુરતની ગોઝારી ઘટનામાં મૃતકને શ્રદ્ધાંજલિ આપી હતી.

કૃતિ નિલેશભાઈ દયાળ- ૯૦.૨૨ પર્સાઇન્ટાઇલ

સુરાણી હસ્તી હિતેષભાઇ – ધોરણ ૧૨ કોમર્સમાં ૬૯.૩૯ ટકા મેળવ્યા

કેવડિયા યશવી દિનેશભાઇ – ધોરણ ૧૨ કોમર્સમાં ૬૭.૭૫ ટકા મેળવ્યા

વરસાણી માનસી પ્રવિણભાઇ – ધોરણ ૧૨ કોમર્સમાં ૫૨.૦૩ ટકા મેળવ્યા

આ પરિણામ જોઇ પરિવારજનો પાસે આંસુ સારવા અને વલોપાત કરવા સિવાય બીજું કંઇ બચ્યું ન હતું. આગની ઘટના બાદ માનસી અને ઋુતા નામની બે વિદ્યાર્થીઓની કોઇ ભાળ નહીં મળતા તેમના વાલીઓએ પણ દીકરીઓની શોધમાં રઘવાયા બન્યા હતા.

તેના સિવાય સુરતના ઇતિહાસમાં કાળો ધબ્બા લગાવનાર ઘટનામાં એક દર્શન ઢોલા નામના વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો. તેનું પણ ધોરણ-૧૨નું પરિણાણ આવ્યું છે. તેને દેશમાં ૮૫મો રેન્ક મેળવ્યો છે. તક્ષશિલા આર્કેડની ઘટનામાં દર્શન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. રાજ્યમાં ૧.૬૭ લાખ વિદ્યાર્થીઓમાં દર્શન ઢોલા નામના વિદ્યાર્થીએ ૮૫મો રેન્ક મેળવ્યો છે. હાલ તેની સારવાર સ્પાર્કલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

Previous articleસુરતની ઘટના બાદ તંત્ર જાગ્યુંઃ ફાયરની સુવિધા વગરના ૧૮૩ કલાસીસને નોટીસ આપી
Next articleજલીયાણ સેવા ગ્રુપ દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ સ્થળોએ કેપ વિતરણ કરાયું