અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરી ૮૨ લાખની છેતરપિંડી કરનાર ઝડપાયા

630

અમદાવાદના વેપારીનુ મેઈલ આઈડી હેક કરી અને મોબાઈલ નંબર સ્વેપ કરી માત્ર દોઢ કલાકમાં ૮૨ લાખની ઓનલાઈન છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આરોપીએ ફિસિંગ મેઈલ કરી ફરિયાદીના કોમ્પ્યુટરની ૧ મહિનો વોચ કર્યા બાદ અને નાણાંકીય ટ્રાન્ઝેક્શન તપસ્યા બાદ મોડી રાતે કાર્ડ સ્વેપ કરી ૮૨ લાખ રૂપિયા અલગ અલગ ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી આચરી હતી.  આરોપીની ધરપકડ કરી રૂપિયા ૪૦ લાખ કબ્જે કર્યા છે.

આ આરોપીઓ ન તો કોઈ હથિયાર રાખે છે. નતો બ્લેકમેઈલીંગ કરે છે. તેમ છતાં વેપારીઓના બેંકમા રહેલા લાખો રૂપિયા ગણતરીની મિનીટોમા પડાવી છે. ઝડપાયેલા આરોપીઓ ના નામ છે માતાદિન સિકરવાર, રાજેશગીરી ગોસ્વામી, જાનમામજ ખલીફા, અનિલ જોશી, અરવિંદ પટેલ અને દિપક રૂપાલા આ આરોપીઓએ માણેકચોકના વેપારી રમેશ શાહના બેંક એકાઉન્ટમાંથી ૮૨ લાખ પડાવી લીધા હતા. જેમાથી આઈસી આઈસીઆઈ બેંકમા ૨૪ લાખ, એચડીએફસીમાં ૨૦ લાખ, સેંન્ટ્‌ર્લ બેંક ઓફ ઈન્ડિયામાં ૧૮ લાખ અને યશ બેંકમા ૨૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.

આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યુ કે, આ ગુનાનો મુખ્ય આરોપી વિકાસ સાહુ છે, જે હજી ફરાર છે. આમ આરોપીઓ પોતાની મોડસ ઓપરેડીના આધારે મહારાષ્ટ્ર અને ગુજરાતના સંખ્યાબંધ વેપારીને ચુનો લગાવી ચુક્યા છે. આરોપી પાસેથી પોલીસે ૨૩ મોબાઈલ, અલગ અલગ બેંકના ૧૩ છ્‌સ્ કાર્ડ, ૧૪ આધાર કાર્ડ, ૧ પાનકાર્ડ, અને ૮ સીમ કાર્ડ કબ્જે કર્યા છે. ઝડપાયેલા આરોપીનો ગુનાઈત ઈતિહાસ તપાસ કરતા સામે આવ્યુ કે, માતાદિન અને વિકાસ બન્ને જેલમાં મળ્યા હતા. અને જામીન મેળવ્યા બાદ છેતરપિંડીનો આ કાંડ શરુ કર્યો હતો. ઉપરાંત બે આરોપી લિસ્ટેડ બુટલેગર હતા. પરંતુ દારુના ધંધામાં જોખમ વધુ હોવાથી આ રેકેટમાં જોડાયા છે. ત્યારે આ ગુનામાં ઈન્ટરનેટ પ્રોવાઈડ કરનાર અને જે કંપનીના સિમકાર્ડનો ઉપયોગ થતો હતો.

Previous articleમાલસણ બ્રાન્ચ કેનાલની પાઈપલાઈનના ફિટિંગ સમયે ભેખડ ઘસી પડતા ૨ના મોત
Next articleમોદીના ડ્રિમ પ્રોજેક્ટની જગ્યાએથી ૫.૭૫ લાખ મેટ્રિક ટન માટીની ચોરી