પાઠ્‌યપુસ્તકોનાં ભાવમાં ધરખમ વધારો, વાલીઓનાં હાલ થયા બેહાલ

693

ગુજરાત રાજય પાઠય પુસ્તક મંડળનાં ધો.૧થી ૧૨ના નવા પુસ્તકોના ભાવોમાં સરેરાશ ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે. ધો.૧૦ અને ૧૨ સાયન્સના પુસ્તકોની કિંમતમાં ધરખમ વધારો થયો છે. આ અંગે તંત્ર જવાબ આપતા કહે છે કે, ’આ વર્ષે દ્ગઝ્રઈઇ્‌ના અભ્યાસક્રમનો અમલ કરવામાં આવ્યો હોવાથી પુસ્તકોના ભાષાંતરના ખર્ચને લઇને કિંમતમાં વધારો થયો છે.’ એકબાજુ શાળાની ફી અને બીજી બાજુ પુસ્તકોની કિંમતમાં ધરખમ વધારો વાલીઓની કમર તોડી નાંખશે.

રાજયના શિક્ષણ વિભાગ દ્રારા નવા શૈક્ષણિક સત્રથી દ્ગઝ્રઈઇ્‌ના પુસ્તકો અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો. જેના પગલે રાજય પાઠય પુસ્તક મંડળ દ્રારા ડિસેમ્બર મહિનાથી જ નવા પુસ્તકો તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અંગ્રેજી માધ્યમના પુસ્તકો તૈયાર લેવાયા જ્યારે ગુજરાતી માધ્યમના પુસ્તકો માટે ભાષાંતર કરાયું છે.

મળતી માહિતી પ્રમાણે ધો.૧૦નાં ગુજરાતી માધ્યમના ગણિતના પુસ્તક રૂ. ૮૯ના બદલે રૂ. ૧૨૬ અને વિજ્ઞાનનું પુસ્તક રૂ. ૯૧ના સ્થાને રૂ. ૧૪૯ના ભાવે મળી રહ્યું છે. જયારે અંગ્રેજી માધ્યમમાં જૂનો ભાવ રૂ. ૧૮૦ હતો તે વધીને રૂ.૩૦૫ થયો છે. જ્યારે ધો.૯માં હાલમાં અભ્યાસમાં ચાલતા પુસ્તકોની કિંમત રૂ. ૨૪૧ના રૂ. ૫૭૨ થયા છે.

Previous articleબનાસકાંઠાઃ અંધશ્રદ્ધાની હદ, માસૂમને તાવ મટાડવા ડામ અપાયા
Next articleઆરટીઈ પ્રવેશને લઇને હજુ અનેક જગ્યાઓ ઉપર દુવિધા