આગામી પાંચ દિવસ બાદ અમુક રાજ્યોમાં વરસાદની આગાહી કરતુ હવામાન વિભાગ

518

ધોમધખતા સૂરજે તો દરેક લોકોની હાલત ખરાબ કરી દીધી છે. ઘર હોય કે બહાર કયાંય પણ જાઓ ભલભલાને પરસેવો વહી જાય છે. પંખો તો દૂર આ ભયંકર ગરમીમાં એસી સુદ્ધાં ફેઇલ થઇ ગયા છે. છેલ્લાં કેટલાંક દિવસથી એટલી ગરમી પડી રહી છે કે હજુ પણ કોઇ રાહતના સમાચાર દેખાતા નથી. હવામાન વિભાગનું માનીએ તો આવતા પાંચ દિવસ સુધી ઉત્તર પશ્ચિમી ભારતમાં વરસાદ ખૂબ જ ઓછો છે. અલગ-અલગ વિસ્તારોમાં કયાંક આંધી તો કયાંક ગરમ પવન ફૂંકાતો રહેશે. પરંતુ ૫ દિવસ બાદ ૮ થી ૧૦ જૂનની વચ્ચે વરસાદ પડી શકે છે.આવતા પાંચ દિવસમાં ગરમીથી રાહત મળવાની કોઇ ખાસ આશા જ નથી. હવામાન વિભાગના મતે ઉત્તર પશ્ચિમી ભારત (ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી)માં તાપમાન આવતા ૩-૪ દિવસ સુધીમાં હજુ ૨-૪ ડિગ્રી સુધી વધી શકે છે. તો દક્ષિણ પ્રાયાદ્વીપમાં તાપમાન સામાન્ય કરતાં ૨-૩ ડિગ્રી ઉપર રહેશે. ઊંચા તાપમાન પણ આવતા ૨-૩ દિવસ સુધી કોઇ રાહત મળવાની આશા નથી.ભારતમાં ચોમાસાનુી સત્તાવાર એન્ટ્રી કેરળથી ૬ જૂન સુધીમાં થવાની છે. ત્યારબાદ ૮ તારીખે પશ્ચિમ બંગળ, ઓરિસ્સા, કર્ણાટકના કેટલાક ભાગમાં અને કેરળમાં સારા પ્રમાણમાં વરસાદની શક્યતા છે.

જોકે દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં વાતાવરણ સુકુ રહે તેવી શક્યતા છે.દિલ્હી, હરિયાણાના ચંડીગઢના કોઈ વિસ્તારમાં આગામીએ ૫ દિવસમાં વરસાદ થવાની શક્યતા ધરાવતી કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

તેનો અર્થ એ છે કે, આ જગ્યાઓ પર વરસાદ થવાની શક્યતા ૨૫ ટકા કરતા પણ ઓછી છે. આખા ઉત્તર પ્રદેશને પણ પાંચ દિવસ માટે આ કેટેગરીમાં જ રાખવામાં આવ્યું છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશની વાત કરવામાં આવે તો ત્યાં પણ આગામી ૫ દિવસમાં વરસાદ થવાની શક્યતા નહિવત છે. કંઈક આવી અ સ્થિતિ ગુજરાતની છે.

Previous articleગાંધીનગરમાં પ્રથમવાર તાપમાન ૪પ ડિગ્રી : આજે વાદળા નિકળતાં રાહત ઉકળાટ યથાવત
Next articleમની લોન્ડરિંગ કેસ : રોબર્ટ વાઢેરાને વિદેશ જવા મંજુરી