વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા અને માસ્ક રેલીનું આયોજન

860

પર્યાવરણની જાળવણી પ્રત્યે લોકોમાં જાગૃતિ હેતુ ૫ જુનને વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મનુષ્ય પોતાની સુખાકારી સુખ સગવડ માટે આસપાસના પર્યાવરણને સતત હાનિ પહોંચાડી રહ્યો છે. ઘરવપરાશમાં ઉપયોગમાં લેવાતા રસાયણો, ઉદ્યોગોમાં વપરાતા રસાયણો, વાહન વ્યવહાર દ્વારા ફેલાતો ધુમાડો, ખેતી સંવર્ધનમાં ઉપયોગમાં લેવાતા વિવિધ જંતુનાશકો અને રસાયણિક કચરાનો અસામાન્ય રીતે થતો નિકાલ વગેરેને કારણે કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડ જેવા જેરી વાયુઓના વધવાના કારણે પર્યાવરણમાં વસતા સજીવોને નાશ થઇ રહ્યો છે.. આ બાબતે જાગૃત્તા માટે આ વર્ષની થીમ  બીટ એર પોલ્યુશન નિર્ધારિત કરવામાં આવેલ છે. આ થીમને કેન્દ્ર સ્થાને રાખીને વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થનાર છે. જે અનુસંધાને કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા આ વર્ષની થીમ ‘થીમ  બીટ એર પોલ્યુશન “હવાનું પ્રદુષણ અટકાવો” વિષય પર ૫ જુન, ૨૦૧૯ને બુધવારના રોજ સવારે ૯ઃ૦૦ થી ૧૧ઃ૦૦ સુધી ભાવનગર અને કરકોલીયા ગામ, શિહોર ખાતે ચિત્ર સ્પર્ધા તથા માસ્ક રેલીનું આયોજન કારવામાં આવેલ. આ ચિત્ર સ્પર્ધાઓમાં કુલ ૫ (પાંચ) વિભાગોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને પસંદગી પામેલ સ્પર્ધકોને અનુક્રમે રૂ઼.૩૦૦/-, રૂ઼.૨૦૦/- અને રૂ઼.૧૦૦ કુલ ૧૫ રોકડ ઇનામો આપીને પુરસ્કૃત કરવમાં આવેલ. તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ.

Previous articleદામનગર ન.પા. શાસકોએ બગીચો બનાવ્યા વગર ૭૧ લાખ ચુકવી દીધા !
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી