ભાવનગર  મહાપાલિકાના દ્વારેથી

464

સ્ટર્લીંગ હોસ્પીટલની બાકી ૮૬ લાખ જેવી સેવાસદને વસુલાત કરી

ભાવનગર ઇસ્કોન પાસે આવેલ સ્ટર્લીંગ હોસ્પીટલ પાસે લાંબા સમયથી બાકી ભાવનગર મહાપાલિકાનો ટેક્સ રૂા.૮૬.૫૦ લાખ જેવો વસુલ કર્યો છે. આ ટેક્સ ૬ વર્ષથી બાકી હતો. આમ લાંબા સમયથી બાકી બોલતો મહાપાલિકાનો ટેક્સ વસુલ મેળવાય રહ્યો છે. એ તંત્રની સારી કામગીરી કહી શકાય. હજીપણ ઘણાં એવી બાબત છે કે જેની પાસેથી ટેક્સની વસુલાત કરવા વિલંબ થઇ રહ્યાની વાત પણ સેવાસદનના ચોપડે બતાવે છે.

મ્યુ.કર્મચારી મંડળે ૭માં નાણાંપંચ એરીયર્સ મળવાની માંગણી કરી

ભાવનગર મહાપાલિકાના કેટલાક મંડળના કહેવાતા આગેવાનો કમિશ્નરને મળીને ૭માં નાણાંપંચનું એરિયર્સ મળવાની વાત શરૂ કરી છે પણ અગાઉ આવા એરીયર્સની માંગણી કરશું નહીં તેવી વાત પણ કહેવાય છે કે રજુ થઇની ચર્ચા છે.

સેવાસદનના ૧૨૦૦ કર્મીઓના વર્ષનાં અંતે પેન્શન મુદ્દે હયાતીના ભરાતા ફોર્મો

ભાવનગર મહાપાલિકાના નોકરી કરતા કર્મચારીઓ નિવૃત્ત થતા કે અવસાન કે અવસાન પામેલ ૧૨૦૦ જેટલા તેના વારસોને પેન્શન તંત્ર દ્વારા દેવાય રહ્યું છે. તેની વર્ષ દહાડે હયાતી ફોર્મ ભરવાની એકાઉન્ટ વિભાગ દ્વારા હાલ કામગીરી થઇ રહી છે.

વધુ લોક પ્રશ્નો સાંભળતા મેયરની અનોખી છાપ

મહાપાલિકાના મેયર મનભા મોરી લગભગ બધાં જ પદાધિકારીઓ કે ચેરમેનો કરતા નિયમિત શહેરના બધા ૧૩ વોર્ડનાં લોકોના પાણી, સફાઇ, ગટર, ઘરવેરા, રોડ રસ્તા વિગેરે પ્રશ્નો સાંભળી રહ્યા છે. મેયર પાસે મીરાનગરમાં ઉભી થયેલી પાણીની હરકતની રજુઆત લોકો સાથે નગરસેવીકા કિર્તીબેન દાણીધારીયાએ રજુ કરેલ. મેયરે પ્રશ્નમાં ઉંડા ઉતરી એવી તપાસ કરી કે આ લાઇન નાખવાની વાતતો ચૂંટણી પહેલાની રજુ થઇ છે. શું વિવાહનું વર્શીમાં જેવું તો નથીને એમ કહીને અરજદારોને સંતોષ થાય તે રીતે તંત્ર પાસે ઉંડી તપાસ કરી હતી. મેયરની લોક રજુઆત સાંભળવાની કળા કંઇક બધા કરતા જુદા પ્રકારની લોકોમાં ચાપ ઉભી કરે છે. સેવા સદનમાં હાલ સ્થિતિ મેયરને વધુ અરજદારો મળતા હોય છે. હવે મેયર કચેરીમાં પ્રશ્નો માટે રજિસ્ટર નોંધ પણ રખાય રહ્યાની વાત કેવાય છે.

સ્ટ્રીટ લાઇટ કમિટીની બેઠક, પ્રશ્નોની ચર્ચા

મહાપાલિકા સ્ટ્રીટ કમિટી બેઠક ચેરપર્સનલ કાંતાબેન બોરીચાના અધ્યક્ષ પદે મળેલ બેઠકમાં શીતલબેન પરમાર, કુમાર શાહ, કિર્તિબેન દાણીધારીયા, ગીતાબેન વાજા હાજર રહ્યા હતા. પરેશ પંડ્યા  ગેર હાજર રહ્યા હતા. બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ખાતમુહૂર્ત સુજલામ સુફલામ યોજના કાર્યક્રમ રૂા.૯૦,૮૬૦ ના ખર્ચનું બીલ પાસ કરવા, કમ્પ્રેસરની વોરન્ટ કુલ ૨ નંગ રૂા.૧,૦૨,૮૯૬ મંજુરી આપેલ હોય વિગત જાહેર થવા તથા અન્ય એક તુમાર એમ કુલ ત્રણ એજન્ડા પાસ કરવાની ચર્ચા કરીને વધુ કાર્યવાહી થવા સ્ટેન્ડીંગ કમિટીને મોકલાયાનું વર્તુળ કિધુે છે.

મ્યુ.ના પશ્ચિમ, પૂર્વ ઝોનલ ઓફીસોમાં કર્મચારીઓની પાંખી હાજરીની ચર્ચા

ભાવનગર મહાપાલિકા દ્વારા પશ્ચિમ અને પૂર્વ વિસ્તારમાં બે ઝોનલ ઓફિસો શરૂ થયેલ છે. લોકો તેના પ્રશ્નો માટે ઝોનલ ઓફીસોએ જતા હોય છે. પરંતુ આવી અને ઝોનલ ઓફીસોએ લોકોને ધાર્યા કર્મચારીઓ મળતા ન હોવાની લોક ફરિયાદો જાગી રહી છે. કમિશ્નરે આ બંને ઝોનલ ઓફીસોની તપાસ કરવાની વાત થઇ રહી છે.

નવા ભળેલા પાંચ ગામોની આકારણીની કામગીરી હળવી : લોકોમાં ચર્ચા

ભાવનગર મહાપાલિકામાં ભળેલા પાંચ ગામો પૈકીના આવા ગામોનો વેરા વસુલવા મુદ્દે આકારણીના કામો બાકી હોવાની અને વેરા વસુલવા બાબતનો મુદ્દો અધરતાલ લટકતો હોવાની વાત સેવા સદન વર્તુળ દ્વારા જાણવા મળે છે. આ મુદ્દામાં નારી ગામનો પણ સમાવેશ થાય છે.

Previous articleવિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા અને માસ્ક રેલીનું આયોજન
Next articleબીજબોલ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ