દામનગર ન.પા. શાસકોએ બગીચો બનાવ્યા વગર ૭૧ લાખ ચુકવી દીધા !

562

દામનગર શહેર માં સ્વર્ણિમ મુખ્ય મંત્રી શહેરી વિકાસ વિભાગ યોજના વર્ષ ૨૦૧૩/૧૪ અંતર્ગત યુ.ડી.પી ૫૬ હેઠળ શહેર ના ગારીયાધાર રોડ પર રૂપિયા ૪૯-૯૮ લાખ ના ખર્ચે બગીચો બનાવવા તા૩/૨/૨૦૧૫ માં વર્ક ઓડર્સ અપાયો આ બગીચો કામ કરતી એજન્સી એ છ માસ માં પૂર્ણ કરવાનો હતો પણ આ બગીચો દામનગર નગર પાલિકા શાસકો એ કામ કરતી એજન્સી ને બગીચો બન્યા વગર જ બીલો ચૂકવી આપ્યા અને આ બગીચા માં વધુ નાણાં મેળવવા ખાનગી કલ્સટીંગ મેળવી માટી પુરાણ ના નામે સરકાર માં વધુ એક રૂપિયા ૨૨ લાખ ની દરખાસ્ત કરી પહેલા ૪૯-૯૮લાખ અને ૨૨ લાખ માટી પુરાણ ના મળી કુલ ૭૧ લાખ ની નાણાંકીય ઉચાપત થઈ બગીચો બન્યા વગર જ નાણાં ચૂકવી દેતા પાલિકા શાસકો વિરુદ્ધ સંગ્રહ કૌભાંડ ની એક નિવૃત બેન્ક કર્મી દેવચંદભાઈ અલગિયા એ તપાસ માંગતા સંગ્રહ કૌભાંડ બહાર આવ્યું નગરપાલિકા નિયામક અને શહેરી વિકાસ વિભાગ સુધી રજુઆત કરતા નિવૃત બેન્ક કર્મી ની રજુઆત થી પ્રાદેશિક નિયામકે તપાસ રિપોર્ટ માંગ્યો તેમાં કેટલું મટીરીયલ્સ સુ આઇટમો નો ઉપીયોગ તેની ક્વોલિટી સહિત ની વિગતો માંગતા સરકાર  પ્રાંત લાઠી એ તપાસ અહેવાલ માં બગીચા સ્થળે રૂપિયા ૬-૯૪ લાખ ની રકમ વપરાયા નું ધ્યાને આવ્યું અને ૧૪ વ્યક્તિ ઓ ની જવાબદારી નક્કી કરતો તપાસ રિપોર્ટ પ્રાદેશિક નિયામક નગરપાલિકા ને મોકલી અપાયો તેને એક વર્ષ કરતા વધુ સમય થવા છતાં કોઈ કાર્યવાહી નહિ થતા અંતે નિવૃત બેન્ક કર્મચારી એ પ્રાદેશિક નિયામક શ્રી સહિત શહેરી વિકાસ વિભાગો ને ચેતવણી આપી આ બગીચા કૌભાંડ અંગે જવાબદારો સામે પગલાં લેવા ની માંગ સાથે આગામી તા૧૫/૬ ના રોજ દામનગર નગર પાલિકા કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરવા સબંધ કરતા તંત્ર ને જાણ કરી છે.

Previous articleમહાનગરપાલિકાના સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવી અંધ ઉદ્યોગ શાળાએ બાજીમારી
Next articleવિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ચિત્ર સ્પર્ધા અને માસ્ક રેલીનું આયોજન