પાટણની રાણીની વાવને વેકેશનમાં દેશ વિદેશના ૩૨ હજાર પર્યટકોએ નિહાળી

691

પાટણ વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ જગભરમાં વિખ્યાત થતા પર્યટકોનો સતત ઘસારો જોવા મળે છે ત્યારે વેકેશન દરમ્યાન એક માસમાં દેશ -વિદેશના મળી કુલ ૩૨ હજાર પર્યટકોએ રાણીની વાવ નિહાળી આંનદ વિભોર બન્યા છે તો પુરાતત્વ વિભાગ દ્વારા કેશલેશ વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે રાણીની વાવ નિહાળવા આવનાર પર્યટકો કેશની જગ્યાએ બેંકના કાર્ડ સ્વાઇપ કરી ટિકિટ લે તેમને ડિસ્કાઉન્ડ આપવામાં આવી રહ્યું છે.

પાટણની જગવિખ્યાત રાણીની વાવ ફક્ત દેશભરમાં જ નહિ પણ વિશ્વની હેરિટેજ સાઈટોમાં આવ્યા બાદ તેની લોકપ્રિયતામાં વધારો થયો છે અને રોજ બે રોજ મોટી સંખ્યામાં સમગ્ર દેશ-વિદેશમાંથી પર્યટકો રાણીની વાવ અને તેના ભવ્ય કોતરણી કામને નિહાળવા આવે છે ત્યારે મે માસથી જૂન માસની શરૂઆતના વેકેશન સમય ગાળા દરમ્યાન સતત પર્યટકોનો પરિવાર સાથે રાણીની વાવ નિહાળવા ઘસારો વધ્યો અને ૩૫ દિવસના વેકેશન સમયમાં ૩૧૯૨૫ ભારતીય અને ૭૫ વિદેશી પર્યટકોએ રાણીની વાવ નિહાળી તેની ભવ્યતાને કલા કોતરણીને જોઈ આનંદ વિભોર બન્યા હતા તો વેકેશન દરમ્યાન પર્યટકોની ટિકિટની પુરાતત્વ વિભાગને આશરે ૧૩ લાખ રૂપિયા આવક થવા પામી છે. પાટણની રાણીની વાવ નિહાળવા આવનાર પર્યટકોને કાર્ડ સ્વાઇપર કરી ટિકિટ લે તેમને ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે.

રાણીની વાવમાં સતત પર્યટકોનો ઘસારો હોય કેશલેશ વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે પુરાતત્વ વિભાગ દ્વારા ટિકિટ બારી પર સ્વાઇપ મશીન મુકવામાં આવ્યા છે અને ભારતીયનો ટિકિટ દર ૪૦ રૂપિયા છે પરંતુ તમે મશીન વડે ટિકિટ દર ચૂકવો તો ૫ રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે અને ૩૫ રૂપિયા જ ટિકિટ થાય એજ રીતે વિદેશી પ્રવાસીઓમાં પણ ૬૦૦ રૂપિયા ટિકિટ દરમાં ૫૦ રૂ.ડિસ્કાઉન્ટ મળે છે અને ૫૫૦ રૂપિયા જ ચૂકવવા પડે છે.

Previous articleગાંધીના ગુજરાતમાં સુરતમાં ખૂલ્લેઆમ દેશી દારૂનું વેચાણ : વીડિયો વાયરલ
Next articleચૌધરી કોલેજમાં મીટર બોક્સમાં આગ લાગી