દહેગામમાંથી ૧૪ બોટલ ઈગ્લીશ દારૂ પકડતી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ

753
gandhi31102017-4.jpg

આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી ગાંધીનગર જિલલામાં અસામાજિક તત્વો દ્વારા થતી પ્રોહીબીશનની હેરાફેરી રોકવા અસરકારક કાર્યવાહી હાથ ધરવા જિલ્લા પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવે પ્રોહીબીશનની સ્પે ડ્રાઈવ રાખેલ હતી અને ડ્રાઈવ અનુસંધાને પોલીસ ઈન્સ્પેકટર ક્રાઈમબ્રાન્ચ ગાંધીનગરે પોતાની ટીમના અધિકારી તથા માણસોને સઘન પેટ્રોલીંગ હાથ ધરી, સફળ રેડો કરી કેસો કરવાની પરીણામલક્ષી કામગીરી કરવા જણાવેલ. 
જે અનુસંધાને તા. ર૯ મી ઓકટોબર, ર૦૧૭ ના રોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમના અ.હે.કો. રાજેન્દ્રસિંહ જવાનસિંહ, રણજીતસિંહ સરદારસિંહ, અ.પો.કો. જીજ્ઞેશ કનુભાઈ તથા દિગ્વીજયસિંહ ફુલુભાએ દહેગામ વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન રણજીતસિંહ સરદારસિંહને મળેલ માહિતી આધારે નીલકંઠ છાપરાથી રખીયાલ તરફ જતા રોડ ઉપરથી એક ઈસમ રણજીતજી દિનાજી ઠાકોર, રહે. નીલકંઠ મહાદેવના છાપરામાં નાંદોલ, તા. દહેગામ, જિ. ગાંધીનગરને મોટર સાયકલ નં. જીજે-૧૮-એસ-૮૯૦૬ ઉપર ઈગ્લીશ દારૂની બોટલ નંગ ૧૪ કિંમત રૂ. પ૦૦૦/- સાથે પકડી પાડેલ અને તેની પુછપરછ કરતા આ ઈગ્લીશ દારૂ અને પોતે તથા તેના ભાઈ જયદેવજી ઉર્ફે ભયલુ દિનેશજી ઠાકોર સાથે મળી વેચાણ કરતો હોઈ જેથી ઉપરોકત ઈગ્લીશ દારૂ, મોટર સાયકલ તેમજ મોબાઈલ તથા રોકડ રકમ રૂ. રપ૦૦/- મળી કુલ રૂ. ૩૮,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.