‘વાયુ’નાં પગલે સાબરકાંઠામાં સેટેલાઇટ ફોન  એક્ટિવ થયા

493

હાલમાં વાયુ વાવાઝોડું થોડાક જ સમયમાં ગુજરાતમાં ત્રાટકશે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પણ દરેક તાલુકામાં સર્વે ટીમ, બચાવરાહત ટીમ, તરવૈયાઓની ટીમો બનાવી તંત્રે ખડે પગે રહેવા આદેશ આપ્યા છે. અને કોઈને પોતાનું હેડ ક્વાર્ટર સ્થળ છોડવું નહિં તેવા આદેશ અપાયા છે.

ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો ટુંક સમયમાં પહુચશે ત્યારે આ બાબતે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટર અને ડિઝાસ્ટર વિભાગીય કામગીરી શરૂ કરી જેમાં દરેક તાલુકાના કેન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક રાખવામાં આવ્યા છે. દરેક તાલુકામાં વર્ગ ૧ કક્ષાના અધિકારી, લાયઝોન અધિકારી, નાયબ મામલતદાર દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન એક્ટિવ કરવામાં આવ્યો છે.

જોખમી સ્થળો, નદી કિનારા ગામો પર સ્થળાંતર અને આશ્રયસ્થાનો પર સંકટ સમયે ટીમને તૈયાર રાખવામાં આવ્યા છે. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા સાધનોને અને રેસ્ક્યુ ટિમને વાવાજોડા માટે સજ્જ કરવામાં આવ્યા છે. દરેક તાલુકામાં સર્વે ટિમ, બચાવરાહત ટિમ, તરવૈયાઓની ટિમો બનાવી તંત્રે ખડે પગે રહેવા આદેશ આપ્યા છે. જિલ્લામાં સેટેલાઇટ ફોન એક્ટિવેટ કરવામાં આવ્યા છે.

આ વાયુ વાવાજોડાને ખતરાને ધ્યાને રાખી જિલ્લા ફાયર ટિમ લાઈફ જેકેટ, બોટ, જનરેટર, રેસ્ક્યુનાં સાધનો, ઝાડ કાપવાના ચેઇન શોની ચકાસણી કરવામાં આવી અને આ કટોકટીના સમયમા પહોંચી વળવા સજ્જ કરવામાં આવી છે.

Previous articleપોલીસના નાક નીચે કલોલમાં દારૂનું ધૂમ વેચાણ : ચૂંટણી બાદ દારુના ભાવમાં પણ ઘટાડો
Next articleગાડીમાં આવેલા ૨ લૂંટારાએ હીરા બજારમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવી