ગાડીમાં આવેલા ૨ લૂંટારાએ હીરા બજારમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવી

654

હીરા બજાર વિસ્તારમાં આંગડિયાના બે કર્મચારીઓ થેલા લઈને જઇ રહ્યા હતા. દરમિયાન સફેદ કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને આંગડિયાના કર્મીઓ પાસેથી બે થેલા લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ભોગ બનનારને હાથમાં ઇજા પહોંચી હતી. જેને પગલે તેને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ હવે ડીસા શહેરમાં સામાન્ય બનતી જઇ રહી છે. બુધવારે ડીસા શહેરના હીરા બજારમાં આવેલી કે.અશ્વિનકુમાર એન્ડ કૂ નામની આંગડિયાની પેઢીના બે કર્મચારીઓ શહેરના સાંઈબાબા મંદિરથી આંગડિયા પેઢીના બે થેલા લઈને એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે હીરા બજાર નજીક સફેદ કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીઓને અટકાવીને તેમના પાસે રહેલો થેલો ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

કારમાં આવેલા શખ્સોમાંથી એક શખ્સે જીતુભાઈ પંચાલ નામના શખ્સના હાથ પર ધારિયાનો ઘા કરીને ઇજા પહોંચાડી હતી. ધારિયાનો ઘા કરવા છતા પણ જીતુભાઈ પંચાલે થેલો ન છોડતા કારમાં આવેલા અન્ય શખ્સે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને જીતુભાઈના હાથમાં રહેલા થેલા છૂટી જતાં કારમાં આવેલા બંને શખ્સો તેમની કાર સાથે થેલા લઈને ફરાર થઈ ગયા હતા.

લૂંટના બનાવને પગલે ટોળા ઉમટ્યાઃ ઘટના બનતા ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું. દોડી ગયેલા આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત જીતુભાઈને તાત્કાલિક સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્‌યા હતા. જ્યાં આ ઘટનામાં ભોગ બનનાર ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બંને શખ્સોએ આ ઘટનાની વધુ વિગતો આપી હતી.

Previous article‘વાયુ’નાં પગલે સાબરકાંઠામાં સેટેલાઇટ ફોન  એક્ટિવ થયા
Next article ગ્લોબલ રનિંગ ડે સેલિબ્રેશનમાં ૧૦૦ રનરોએ ભાગ લીધો