ગુજરાતમાં તીવ્ર હિટવેવનું મોજુ : પારો હવે ૪૧ થયો

816

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આજે તીવ્ર હિટવેવની સ્થિતિ જોવા મળી હતી. ઘણી જગ્યાએ પારો ૪૫ સુધી પહોંચી ગયો હતો. આજે રાજ્યમાં સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૪૧.૩, ભુજમાં ૪૦.૪, વડોદરામાં ૪૦.૩, કંડલા એરપોર્ટમાં ૪૦.૪ અને અમરેલીમાં ૪૦.૮ ડિગ્રી તાપમાન રહ્યું હતું. કાતિલ ગરમીથી લોકો હવે પરેશાન થવા લાગ્યા છે. હિટવેવની ચેતવણી આગામી બે દિવસ માટે અકબંધ રાખવામાં આવી છે. આજે પણ તેની અસર દક્ષિણ ગુજરાત ખાસ કરીને વલસાડમાં જોવા મળી હતી. ભાવનગરમાં પણ તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. વધતી જતી ગરમીને લઇને લોકો હવે સાવચેત થઇ ગયા છે. બપોરના ગાળામાં પંખા અને એસીનો ઉપયોગ ભરપુર થવા લાગી ગયો છે. આજે જુદા જુદા વિસ્તારોમાં પારામાં આંશિક ફેરફાર થયો હતો. અમદાવાદમાં આવતીકાલે મહત્તમ તાપમાન ૩૮ રહી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે બહારની ચીજવસ્તુઓ ટાળવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા ૪૮ કલાકમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, સુરેન્દ્ર નગર, ભાવનગર સહિતના વિસ્તારમાં હિટવેવની અસર જોવા મળશે.  હવામાન વિભાગના છેલ્લા ત્રણ દિવસના આંકડા અનુસાર, સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી ગુજરાતમાં પડી રહી છે.  શહેરમાં હોળાષ્ટક જતા જ ગરમીનું પ્રમાણ વધે છે તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચ્યુ છે ત્યારે આગામી ૪૮ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હિટવેવની આગાહી કરાઇ છે. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ, સુરત, વલસાડ, નવસારી જિલ્લામાં સીવિયર હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની પૂરી શકયતા છે ત્યારે લોકો અત્યારથી જ બળબળતીથી ગરમીથી ત્રાહિમામ્‌ પોકારી ગયા છે.  આજે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ૩૯થી ૪૦ ડિગ્રીની આસપાસ નોધાયો હતો. અમદાવાદમાં આજે ગરમીનો પારો ૩૯.૯ ડિગ્રી નોંધાયો હતો.

Previous articleભાજપના વધુ ત્રણ ઉમેદવારો જાહેર : હરિભાઈનું પત્તુ કપાયુ
Next articleગુજરાત ચૂંટણી માટે આજે જાહેરનામુ જારી કરી દેવાશે