‘વાયુ’ વાવાઝોડાનું સંકટ : રાજ્યમાં અંદાજે ત્રણ લાખ લોકોનું સ્થળાંતર

504

વાયુ નામની કુદરતી આફત ગુજરાત તરફ આગળ વધી રહી છે, જો કે વાવાઝોડાને પહોંચી વળવા માટે મુખ્યમંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી, જે અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં ૨.૯૧ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે માહિતી આપી હતી. જેમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ(દ્ગડ્ઢઇહ્લ)ની ૧૫ ટીમ ઉપલબ્ધ છે અને વધારાની ૨૦ ટીમ પૂણે અને ભટીંડાથી રવાના કરાઇ છે. આમ એનડીઆરએફની સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારમાં ૩૫ ટીમ ખડેપગે રહેશે. તેની સાથે સાથે લશ્કરની ૩૪ ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરવામાં આવી છે. તેમજ ૫ લાખ ફૂડ પેકેટ્‌સની પણ વ્યવસ્થા કરાઈ છે.

Previous articleસૌરાષ્ટ્ર અને કચ્છની તમામ ફ્‌લાઈટો અને ટ્રેનો રદ કરાઇ
Next articleવાવાઝોડાની તીવ્રતા જેટલી તીવ્રતા સાથે સલામતીના પગલા : રૂપાણી