એમએસ યુનિ.ની બીકોમ ઓનર્સની ફીમાં ૫ હજારનો ધરખમ વધારો ઝીંકાયો

480

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ યુનિટ બિલ્ડિંગ બાદ હાયર પેમેન્ટ બેઝ પર ચાલતા બીકોમ ઓનર્સના અભ્યાસક્રમની ફીમાં પણ જંગી વધારો કર્યો છે. બીકોમ ઓર્નસના અભ્યાસક્રમની ફીમાં ૫ હજાર જેટલો જંગી વધારો કરાયો છે. ૨૧,૨૦૦ જેટલી ફી હતી, જેમાં વધારો કરીને ૨૬,૫૫૦ નક્કી કરાઇ છે. જેમાં પરીક્ષા ફી ૧૩૨૦ ઉમેરીને ૨૭,૭૯૦ રૂપિયા થાય છે.

બીકોમ ઓર્નસમાં એફવાય, એસવાય અને ટીવાય ત્રણ વર્ષની મળીને કુલ ૬૦૦ બેઠકો આવેલી છે. ફી વધારાના પગલે આવકમાં ૨૮ લાખ ૫૬ હજાર વધારાની રકમ મળશે. વધારા બાદ બીકોમ ઓનર્સની કુલ આવક ૧ કરોડ ૫૯ લાખ ૩૦ હજાર પર પહોંચી જશે. બીકોમ ઓર્નસની ફી ૨૧,૨૦૦થી વધારીને ૨૬,૫૫૦ કરાઇ છે. તેમાં પરીક્ષા ફી ૧૩૨૦ ઉમેરાતાં હવે ૨૭,૭૯૦ રૂપિયા ચૂકવવા પડશે. ફી વધારો કરવા પાછળનું કારણ આપતાં સત્તાધીશોએ જણાવ્યું હતું કે, હાલ એમકોમ બિલ્ડિંગમાં ચાલી રહ્યું છે, જેથી હવે પોતાની અલગ બિલ્ડિંગમાં ઓર્નસના અભ્યાસક્રમને ખસેડવામાં આવનાર હોવાથી ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લેબ બનાવવા ૧ કરોડ કરતાં વધારે ખર્ચો હોવાથી ફી વધારી છે.

Previous articleવેચવાલીની વચ્ચે સેંસેક્સ ૨૮૯ પોઇન્ટ ઘટીને આખરે બંધ થયો
Next articleડબલ્યુપીઆઈનો ફુગાવો મેમાં ઘટી બે વર્ષની નીચી સપાટીએ